ગુજરાતી ન્યૂઝGujaratઆરોગ્ય કર્મચારીઓના સરકાર સાથેની બેઠક નિષ્ફળ, આંદોલન રહેશે યથાવત

આરોગ્ય કર્મચારીઓના સરકાર સાથેની બેઠક નિષ્ફળ, આંદોલન રહેશે યથાવત

Gujarat News: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ હવે ફરી એકવાર સરકાર સામે જંગે ચડ્યા છે. પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાલના એલાનને પગલે સુરત જિલ્લામાં પણ 9 તાલુકાના આરોગ્ય કર્મીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. 

આરોગ્ય કર્મચારીઓના સરકાર સાથેની બેઠક નિષ્ફળ, આંદોલન રહેશે યથાવત

Gujarat News: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 25 હજાર આરોગ્ય કર્મીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે. લડતની રણનીતિના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધના પ્રમુખ દ્વારા લેખિતમાં પોતાની માંગ સાથે આવેદન આપીને સરકારને પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આવેદનપત્રને જણાવ્યું કે, અમારી અચોક્કસ મુદ્દત ની હડતાલ યથાવત છે. ગાંધી ચીંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર કરીશું. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ-પે સૌથી નીચે છે. 1900 થી 2800 અને અન્ય 2400 થી 4200 ગ્રેડ-પે કરવાની માંગ કરવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source

રણજીતસિંહ મોરીએ વધુમાં કહ્યું કે,આ અંગે કમિટીની રચના કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અમારી માંગ વ્યાજબી અને ઉચિત છે. આ અંગે અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ અમારો ઠોસ નિર્ણય આવ્યો નથી, હવે અમે છેતરાઈશું નહીં. આગામી 20 માર્ચે 33 જિલ્લાના ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવીશું. 

જ્યાં સુધી અમારી માંગોનો ઉકેલ ન આવે ત્યાં સુધી વર્ગ-3 આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત રહેશે. અગાઉ સરકાર સાથે પરમાર્થ થઈ હતીય આમ છતાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણના MPHW, FHW, MPHS, FHS, તેમજ THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનીકલ કેડર સમાવેશ અને ગ્રેડ- પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન પગલે સરકારને 10 માર્ચ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news