ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન, અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ

Gujarat Rain: ચોમાસાના આગમની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે 17 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદના રેડ એલર્ટ અપાયું છે, તો સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. કાલે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો 18થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન, અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More