Mehsana News

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.  

Apr 19, 2019, 07:31 PM IST
શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

આશા પટેલનો શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર કરતો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. જોકે આ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે   

Apr 19, 2019, 05:20 PM IST
બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

બનાસકાંઠામાં તૂટ્યો ઠાકોર સમાજ, 25એ રાજીનામા ધર્યાં, કારણ છે અલ્પેશ

હાલ તમામ રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, જેને પગલે ગુજરાતના કેટલાક સમાજ અને જ્ઞાતિમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નેતાઓના પક્ષપલટાની સાથે હાલ સમાજમાં પણ ભંગાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ સર્જાયું છે. 

Apr 19, 2019, 04:15 PM IST
હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે’

હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે’

હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

Apr 19, 2019, 02:43 PM IST
હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

હાર્દિક પટેલને તમાચો મારનાર યુવક તરૂણ ગજ્જર કોણ છે? જાણો વિગત

સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...

Apr 19, 2019, 12:56 PM IST
ચૂંટણી ટાંણે રાજસ્થાન બોર્ડર પાસેથી લાખોની ડુપ્લીકેટ નોટો પકડાઈ

ચૂંટણી ટાંણે રાજસ્થાન બોર્ડર પાસેથી લાખોની ડુપ્લીકેટ નોટો પકડાઈ

બનાસકાંઠા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લીકેટ નોટ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 43 લાખ 30 હજાર રૂપિયા ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. પકડાયેલી નોટો ચૂંટણીમાં કે સટ્ટાના ઉપયોગમાં લેવાની હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Apr 15, 2019, 08:11 AM IST
ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે

ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે

સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. 

Apr 14, 2019, 08:13 AM IST
લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?

લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?

મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. અહીં કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ માટે આ બેઠક જાળવી રાખવી પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે કોંગ્રેસ આ બેઠક આંચકી લેશે તો તેને મોટો ફાયદો થશે

Apr 13, 2019, 11:55 PM IST
રામજી ઠાકોરનો બળવોઃ મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે ફાડ્યો છેડો

રામજી ઠાકોરનો બળવોઃ મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે ફાડ્યો છેડો

મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે મોડી સાંજે એક ખાનગી ફાર્મ હાઉસમાં યોજાયેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર સાથે છેડો મહેસાણા ઠાકોર સેનાનો છેડો ફાડી નાખવાની જાહેરાત કરી હતી અને સાથે જ કોંગ્રેસના મહેસાણા લોકસભાના ઉમેદવાર એ.જે. પટેલને સમર્થન આપવાની જાહેરાત કરી હતી 

Apr 11, 2019, 09:08 PM IST
અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્ણય લીધો છેઃ રામજી ઠાકોર

અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્ણય લીધો છેઃ રામજી ઠાકોર

અલ્પેશ ઠાકોર દ્વારા કોગ્રેસમાંથી રાજીનામા અંગે મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરના અલ્પેશ ઠાકોર પર આક્ષેપ, ભાજપના ઇશારે અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે

Apr 11, 2019, 04:48 PM IST
બનાસકાંઠામાં ત્રિપાંખિયો જંગ : ઠાકોર સેના કોને નુકશાન પહોંચાડશે?

બનાસકાંઠામાં ત્રિપાંખિયો જંગ : ઠાકોર સેના કોને નુકશાન પહોંચાડશે?

 બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે કુલ 19 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે ઉમેદવારી પાછી ખેંચવાનો સોમવારે છેલ્લો દિવસ હોવાથી 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે 14 ઉમેદવારો મેદાનમાં

Apr 9, 2019, 09:30 AM IST
કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ, જોધાજી ઠાકોરે કરી CM સાથે ગુપ્ત બેઠક

કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ, જોધાજી ઠાકોરે કરી CM સાથે ગુપ્ત બેઠક

પાટણમાં કોંગ્રેસના  પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. 

Apr 7, 2019, 04:03 PM IST
રાજકારણમાં આંટાફેરા : પિતાને કોંગ્રેસમાંથી ટિકીટ મળતા પુત્રએ પક્ષપલટો કર્યો

રાજકારણમાં આંટાફેરા : પિતાને કોંગ્રેસમાંથી ટિકીટ મળતા પુત્રએ પક્ષપલટો કર્યો

કોંગ્રેસનો પેચ બનાસકાંઠામાં અટવાયેલો હતો. ભાજપે બનાસકાંઠામાં પોતાના ઉમેદવાર તરીકે પરબત પટેલની જાહેરાત કરી દીધી હતી. જેમાં કોંગ્રેસ માટે આ બેઠક ગૂંચવાડાભરી હતી. ત્યારે કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળની જાહેરાત કરી હતી. પિતા પરથી ભટોળને કોંગ્રેસે લોકસભાની ટિકીટ આપતા તેમના પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી છેડો ફાડ્યો છે.

Apr 4, 2019, 11:47 AM IST
ઠાકોર સેનાનો ભાજપ-કોંગ્રેસને ખુલ્લો પડકાર : ટિકીટ નહિ તો, સમર્થન પણ નહિ

ઠાકોર સેનાનો ભાજપ-કોંગ્રેસને ખુલ્લો પડકાર : ટિકીટ નહિ તો, સમર્થન પણ નહિ

બનાસકાંઠામાં લોકસભાની ટિકીટ માટે ઠાકોર સેના એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઠાકોર સેનાના ઉમેદવારને ટિકીટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી અને જે પક્ષ ઠાકોર સેનાને ટિકીટ આપશે તેને ખુલ્લું સમર્થન કરવાનો નિર્ણય કરાયો હતો.

Mar 25, 2019, 09:28 AM IST
ચૂંટણી પહેલા વાઈરલ પત્રિકામા જયશ્રીબેન પટેલ અને આશા પટેલના નામે માછલા ધોવાયા

ચૂંટણી પહેલા વાઈરલ પત્રિકામા જયશ્રીબેન પટેલ અને આશા પટેલના નામે માછલા ધોવાયા

મહેસાણાના સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ છે. જેમાં મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ ન કરવા પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. 

Mar 18, 2019, 03:45 PM IST
પાલનપુર : ગતિશીલ ગુજરાતમાં બાદરપુરાના સરપંચે એક પરિવાર માટે આપ્યો તઘલકી નિર્ણય

પાલનપુર : ગતિશીલ ગુજરાતમાં બાદરપુરાના સરપંચે એક પરિવાર માટે આપ્યો તઘલકી નિર્ણય

લોકશાહીને વરેલા ભારત દેશમાં હજુ પણ તઘલખી નિર્ણયો અમલમાં છે તે એક વરવી વાસ્તવિક્તા છે. જેમાં એક સૈનિકના પરિવારનું દૂધ-પાણી અને અન્ય સહાય બંધ કરી દેવાની ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. હમણાં દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ તેમની શહીદીને યાદ કરાઇ અને જવાનોને નતમસ્તક નમન કરાયા. પરંતુ બનાસકાંઠામાં આ વાતો ઓઝલ થઈ છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં માજીરાણા પરિવારની સામાન્ય બાબતે ગામમાંથી સામૂહિક બહિષ્કાર થવાની ઘટના સામે આવી છે.

Mar 18, 2019, 11:04 AM IST
ભાજપની ચૂંટણી કવાયત શરૂ, બનાસકાંઠામા 37 દાવેદારોએ માંગી ટિકીટ, જુઓ કોણ કોણ છે

ભાજપની ચૂંટણી કવાયત શરૂ, બનાસકાંઠામા 37 દાવેદારોએ માંગી ટિકીટ, જુઓ કોણ કોણ છે

ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી. જેમાં પક્ષના કેટલાંક સિનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો, બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 37 જેટલા દાવેદારોએ ટીકીટ માંગી છે. 

Mar 16, 2019, 11:06 AM IST
હાર્દિકને ‘કોંગ્રેસ’ મળ્યું, પણ પાટીદાર આંદોલન સમયે ઘાયલ યુવાનનું આખું  જીવન વિખેરાઈ ગયું

હાર્દિકને ‘કોંગ્રેસ’ મળ્યું, પણ પાટીદાર આંદોલન સમયે ઘાયલ યુવાનનું આખું જીવન વિખેરાઈ ગયું

પાટીદાર અનામત અનંદોલનના હબ એવા મહેસાણામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ આજે પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. એક તરફ દિગ્ગજ નેતા બનવાની લ્હાયમાં પાટીદાર સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યાનો આક્ષેપ મહેસાણાના મૃતક પરિવારો અને ઘાયલ પરિવારોએ કર્યો છે. બીજી તરફ આજે પરિવારની આંખો તેમના મૃતક અને ઘાયલ પરિવારના સભ્યના ફોટા જોતા છલકાઈ આવે છે. હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજનો ઉપયોગ કરાયો. હાર્દિક પટેલે એનું ઘર ભર્યું છે. આ વાક્ય છે મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના મૃતક પરિવારના. ગઈકાલે વિધિસર રીતે કોંગ્રેસમા જોડાયેલ હાર્દિકને લઈને આજે મહેસાણામાં રોષ જોવા મળી રહ્યો છે. 

Mar 13, 2019, 03:55 PM IST
ચર્ચાના ચગડોળે ચઢી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચેની મુલાકાત

ચર્ચાના ચગડોળે ચઢી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચેની મુલાકાત

 મહેસાણાના સોશિયલ મીડિયામાં ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયું છે. તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જેમાં આ વખતે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે જોવા મળતા વાત ચર્ચાના ચગડોળે ચઢી છે. 

Mar 2, 2019, 06:09 PM IST
લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ

લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ

ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠકમાં આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, વળી પાટીદાર બહુમતી હોવાને આ બેઠકનું મહત્વ ઘણું વધી જાય છે

Feb 19, 2019, 05:16 PM IST