Mehsana News મહેસાણા : પરીક્ષા અને લગ્નનો દિવસ જ્યારે એક આવે ત્યારે અનેક લોકો બંને બાબતોને સરખુ મહત્વ આપે છે. અનેક કિસ્સા જોવા મળ્યા છે કે, કન્યા કે વર પીઠી ચોળીને, લગ્નનો પહેરવેશ પહેરીને પરીક્ષા આપવા ગયા હોય. ત્યારે મહેસાણાના ખેરાલુમાં અનોખો કિસ્સો જોવા મળ્યો. દીકરી લગ્ન કર્યા બાદ પરીક્ષા આપવા જતા વિદાય રોકી રાખવામાં આવી હતી. બીએસસી બીએડ કરનાર નયના નામની યુવતીના લગ્ન અને ટેટ 2 ની પરીક્ષા જોગાનુજોગ એક જ દિવસે આવી હતી. તેથી લગ્ન કરીને તે પરીક્ષા આપવા ગઈ હતી, જેથી તેની વિદાય રોકી રાખવામા આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે આખા ગુજરાતમાં ટેટ-2 ની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી અનેક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે ખેરાલુની નયના નામની યુવતીના લગ્ન 23 એપ્રિલે લેવાયા હતા. જોગાનુજોગ આ જ દિવસે પરીક્ષાની તારીખ નક્કી થઈ હતી. તેથી નયના લગ્ન બાદ પરીક્ષા આપવા ગઈ હતી, બીજી તરફ વરરાજા અને જાનૈયા કન્યાની વિદાય માટે રાહ જોઈને બેસ્યા હતા. કારણ કે, કન્યા આવે પછી જ વિદાય થાય. 


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય


સવારે લગ્નવિઘિ કરીને નયના બપોરે ટેટ-2ની પરીક્ષા આપવા પહોંચી હતી. તેનુ પરીક્ષા સેન્ટર અમદાવાદમાં હતુ. તેથી તે અમદાવાદ ખાતે પરીક્ષા આપવા આવી હતી. જેના બાદ તે પરત મંડપમાં ફરી હતી. જ્યા જાનૈયા તેની રાહ જોઈને બેસ્યા હતા. પરીક્ષા બાદ તે અમદાવાદથી 110 કિમીનું અંતર કાપીને ખેરાલુ પરત ફરી હતી. તેની વિદાય કરવામા આવી હતી. 


શ્રમિકોને પગાર વધારો આપવાનો ઉદ્યોગ સંગઠનનો ઈન્કાર, સરકારની જાહેરાતનો છેદ ઉડાડ્યો


આ વિશે યુવતીના પિતાએ જણાવ્યું કે, અમે નયના લગ્નનું મૂહુર્ત અગાઉ કઢાવી લીધું હતું અને ત્યારે ટેટ-2ની પરીક્ષાની તારીખ થોડા દિવસ પહેલા જ જાહેર થઈ અને કોલલેટર અઠવાડિયા પહેલા જ નીકળ્યા હતા. ત્યારે નયના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંન્ને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું. અમારી નયના ભણવામાં પહેલાથી જ ખૂબ જ હોશિયાર હતી તેણે  BSC અને B.edમાં સારી ટકાવારી પણ લાવેલી છે, ત્યારે તેને ટેટ-2 પરીક્ષા અપાવવી ખૂબ જરૂરી હતી. જેથી લગ્નની વીધિ પતાવી નયનાને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય અપાઈ હતી.