તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતમાં ખુલ્લેઆમ નકલીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે...અનેક નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે...મહેસાણાના વીજાપુરમાં પામોલિન તેલમાંથી પનીર બનાવવામાં આવી રહ્યું છે...દિનેશ પટેલ નામનો પનીર માફિયા ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ખેલી રહ્યો છે...ત્યારે જુઓ પનીર માફિયાની ખુલ્લેઆમ દાદાગીરીનો આ અહેવાલ...
મહેસાણાના વિજાપુરની ડિવાઈન ફૂડ ફેક્ટરી આવેલી છે જ્યાં નકલી પનીરનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે. આ ફેક્ટરીનો માલિક દિનેશ પટેલ, જે પોતાને વેપારી કહે છે, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મોટો પનીર માફિયા છે. ઝી 24 કલાકના પત્રકાર પર હુમલા બાદ વેપારી દિનેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાદ દિનેશ પટેલ ફરાર થઈ ગયો છે.
દૂધમાંથી નહીં, પણ પામોલિન તેલમાંથી બનતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. દિનેશ પટેલની આ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં નકલી પનીરનો પર્દાફાશ થયો. પરંતુ આ માફિયા એટલો બેફામ છે કે ફૂડ વિભાગના અધિકારીઓને પણ પોતાના ખિસ્સામાં રાખે છે.
સત્ય બહાર લાવવા ઝી 24 કલાકની ટીમ જ્યારે આ ફેક્ટરી પહોંચી, ત્યારે દિનેશ પટેલે ગુંડાગીરીની હદ વટાવી. અમારી ટીમ પર હુમલો કર્યો, કેમેરો તોડ્યો, અને કેમેરામેનને માર માર્યો. આ ઘટનાએ દિનેશ પટેલનો માફિયા ચહેરો ઉજાગર કર્યો.
આ નકલી પનીરનો ધંધો લોકોના જીવ સાથે રમત રમે છે. પ્રશ્ન એ છે કે આવા ગુંડાઓ ક્યાં સુધી ખુલ્લેઆમ દાદાગીરી કરશે?...ફૂડ વિભાગના અધિકારીઓ આ ફેક્ટરીમાં તપાસ માટે જઈ શકતા નથી, કારણ કે તેમને જીવનું જોખમ છે.
આવા ગુંડાઓ ક્યાં સુધી ખુલ્લેઆમ દાદાગીરી કરશે?
ફૂડના અધિકારીઓ આ ફેક્ટરીમાં જઈ શકતા નથી
અધિકારીઓને ફેક્ટરીમાં છે જીવનું જોખમ
આ ઘટનાની ગંભીરતા લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. પરંતુ સવાલ એ છે કે શું આવા માફિયાઓને સળિયા પાછળ ધકેલવામાં આવશે?...
શું આવા માફિયાઓને સળિયા પાછળ ધકેલવામાં આવશે?
જ્યાં સુધી આવા દિનેશ પટેલ જેવા લોકો સમાજમાં ખુલ્લેઆમ ફરતા રહેશે, ત્યાં સુધી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં રહેશે. શું આ નકલી પનીરના માફિયાને રોકવા માટે કડક પગલાં લેવાશે? આ સવાલનો જવાબ હવે સરકારે આપવાનો છે....