ગુજરાતના આ શહેરમાં સગીરો ગાડી ચલાવતા પકડાશે તો થશે દંડ, વાલીઓ સામે નોંધાશે FIR
Mehsana RTO department action : મહેસાણામાં અન્ડરએજ ડ્રાઈવિંગ પર કડક કાર્યવાહી... લાયસન્સ વગર વાહન ચલાવતા 26 બાળકો પકડાયા... હવે સગીર ગાડી ચલાવતા પકડાયા તો વાલીઓ સામે FIR નોંધાશે
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવશે તો થશે ફરિયાદ. નાની ઉંમરે વાહન ચલાવતા બાળકના વાલી સામે ફરિયાદ થશે. 26 વિદ્યાર્થીઓ અંડરએજ ડ્રાઈવિંગ કરતા ઝડપાયા. RTO અને પોલીસની ટીમે 5 શાળાઓમાં તપાસ કરી. 33 વિદ્યાર્થી લાયસન્સ વગર પકડાતા કાર્યવાહી કરાઈ છે. 33 વાહન ડિટેઈન કરી 2.33 લાખનો દંડ ફટકાર્યો છે.
મહેસાણા આરટીઓ દ્વારા આજે અન્ડએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 16 વર્ષથી નાની ઉંમરનાં બાળકો એક્ટિવા ચલાવતા પકડાયા હતા. આરટીઓ દ્વારા વાહન ચાલકોનાં ડ્રાઈવિંગ લાયસન્સ ચેક કરવામાં આવતા 26 બાળકો અન્ડરએજ ડ્રાઈવિંગ કરતા બાળકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કેટલાક બાળકો લાયસન્સ વગર બાઈક ચલાવતા પકડાયા હતા.જેઓ સામે આરટીઓ વિભાગ તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 33 કેસમાં 2.33 લાખનો દંડ વસૂલ કર્યો હતો. તેમજ વાહનો જપ્ત કર્યા હતા.
પકડાયેલા વિધાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ પણ કરાયું. પકડાયેલા વિદ્યાથીઓ અને વાલીઓને સમજ આપવામાં આવી. નક્કી કરેલ લાયસન્સની ઉંમર મર્યાદા જાળવવી જરૂરી છે. દર વર્ષે 18 વર્ષથી નાના 400 થી વધુ સગીરના અકસ્માતે મોત થાય છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઇવરના અકસ્માતે થયા છે.
મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવશો તો હવે ફરિયાદ થશે. નાની ઉંમરે વાહન ચલાવતા બાળકના વાલી સામે પણ ફરિયાદ થશે. મહેસાણાંમાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવતા 26 સામે કાર્યવાહી કરવામાં આવી છે. 26 વિધાર્થીઓ અંડરએજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા છે. RTO અને પોલીસ ટીમે 5 શાળાઓમાં તપાસ કરી. 33 વિદ્યાર્થી લાયસન્સ વગર પકડાતા કાર્યવાહી કરવામાં આવી છે. 33 વાહન ડિટેઇન કરી 2.33 લાખ દંડ ફટકારાયો છે. પકડાયેલા વિધાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ પણ કરાયું છે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજ આપવામાં આવી કે, નક્કી કરેલ લાયસન્સની ઉંમર મર્યાદા જાળવવી જરૂરી છે.
આંકડા અનુસાર, રાજ્યમાં રોજ એક સગીરાનું અકસ્માતમાં મોત થાય છે. દર વર્ષે 18 વર્ષથી નાના 400 થી વધુ સગીરના અકસ્માતે મોત થાય છે. રાજ્યમાં 2 વર્ષમાં સગીર દ્વારા 727 અકસ્માતો થયા છે. દેશમાં 11890 અકસ્માત સગીર દ્વારા થાય છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઇવરના અકસ્માતે મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે