)
તેજસ દવે/મહેસાણા: મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મોત થવાથી સ્કૂલ સ્તબ્ધ બની ગઈ છે. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરતો જૈમિલ કંસાગરા નામનો વિદ્યાર્થી રમત ના મેદાન માં ઢળી પડ્યો હતો.
બપોરના સાડા ચાર વાગ્યા સુધી કલાસ રૂમમાં અભ્યાસ કરતો હતો અને ત્યાર બાદ 13 વર્ષીય વિદ્યાર્થી જૈમિલ કંસાગરા કલાસના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે સ્કૂલ ના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો. ફૂટબોલ રમતા રમતા પડી ગયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પણ તબીબોએ વિદ્યાર્થીનું કાર્ડિયાકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમતા 13 વર્ષીય જૈમિલ નું રમતા રમતા હૃદય બંધ થઈ જતા મોત નીપજ્તા સ્કૂલ ના બાળકો સ્તબ્ધ બની ગયા હતા,રમત ના મેદાન ઉપર કિશોરાવસ્થા માં વિદ્યાર્થી ના મોત થી સ્કૂલ અને પરીવાર માં શોક ની લાગણી ફેલાઇ ગઇ છે.
જોકે લાંઘણજ પોલીસે હાલ માં અકસ્માતે મોત ની નોંધ કરી છે અને બીજીતરફ પોસ્ટમોર્ટમ કરાવ્યું હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થી ના મોત નું સાચું કારણ ખબર પડી શકે છે.