મુસાફરો ઓછા મળતા અમદાવાદ મેટ્રોનું શિડ્યુલ બદલાયું, હવે આ સમયે દોડશે

અમદાવાદમાં હાલ ટૂંકા રુટ પર દોડી રહેલી મેટ્રો ટ્રેનના સમય પત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનના સમય પત્રકમાં પુનઃ ફેરફાર કરાયો છે. અગાઉ સવારે 11 થી સાંજે 5 વચ્ચે આ રુટ પર મેટ્રો ટ્રેન દોડતી હતી. જેનો સમય બદલીને સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો કરાયો છે. 

Updated By: Jul 29, 2019, 10:20 AM IST
મુસાફરો ઓછા મળતા અમદાવાદ મેટ્રોનું શિડ્યુલ બદલાયું, હવે આ સમયે દોડશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં હાલ ટૂંકા રુટ પર દોડી રહેલી મેટ્રો ટ્રેનના સમય પત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનના સમય પત્રકમાં પુનઃ ફેરફાર કરાયો છે. અગાઉ સવારે 11 થી સાંજે 5 વચ્ચે આ રુટ પર મેટ્રો ટ્રેન દોડતી હતી. જેનો સમય બદલીને સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો કરાયો છે. 

પોલીસ અધિકારીઓના TikTok video વિશે થરાદમાં જાહેર કરાયો ખાસ પરિપત્ર

બદલાયેલા સમય અંગેનું કારણ જાણવા મળ્યું કે, હાલ મુસાફરો ઓછા મળતા હોવાથી પુનઃ સવારના 11 થી સાંજના 5 નો સમય કરવામાં આવ્યો છે. જોકે, મેટ્રો ટ્રેનમાં હાલ કેટલા મુસાફરો આવે છે તેની માહિતી મળી શકી નથી. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાવમાં 8 ઈંચ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4 માર્ચે અમદાવાદ મેટ્રો ટ્રેનનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું હતું. ત્યાર બાદ 6 માર્ચથી 14 માર્ચ સુધીના નવ દિવસ મેટ્રો ટ્રેનમાં મુસાફરોને મફત મુસાફરીની સુવિધા અપાઇ હતી. જેમાં કુલ ૭૫,૯૧૭ મુસાફરોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. ત્યાર બાદ મેટ્રો ટ્રેન મુસાફરો માટે શરૂ કરાઈ હતી. વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીની મેટ્રો દોડતી કરાઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :