ઝી બ્યુરો/ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે એક નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે હિન્દુત્વ એ માત્ર ધર્મ નથી વિચાર અને સંસ્કાર છે. આ કાર્યાલયથી લાખો યુવાનો અને યુવતીઓને ધર્મ અને ધર્મ રક્ષણની માહિતી મળશે. આજની પેઢીને ધર્મના વિચારની આપલે કરવા મળશે. લવ જેહાદ વિશ્વભરમાં અલગ અલગ નામથી ઓળખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય છે. ભોળી દિકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ કરે છે. અનેક દિકરીઓના માં-બાપ આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી. માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભૂપેન્દ્ર પટેલની સરકાર નથી. તેમણે ઉમેર્યું કે દ્વારકાની ચારેય દિશામાં ગેરકાયદે બાંધકામ હતા, જે દુર કરવાનું કામ આપણી ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યું. જો હજુ પણ ગેરકાયદે બાંધકામ હશે તો ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ચાલશે.



હિન્દુત્વ એ માત્ર ધર્મ નથી વિચાર અને સંસ્કાર
આ કાર્યાલયથી લાખો યુવાનો અને યુવતીઓને ધર્મ અને ધર્મ રક્ષણની માહિતી મળશે. આજની પેઢીને ધર્મના વિચારની આપ લે કરવા મળશે. લવ જેહાદને વિશ્વ ભરમાં અલગ અલગ નામથી ઓળખાય છે. પરંતુ ચિંતા ના કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો દંડો લવ જેહાદ સામે સક્રિય છે. ભોળી દિકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ કરે છે. અનેક દિકરીના માં બાપ આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી. પોલીસ દ્વારા આ મહિને સાતથી વધારે કેસમાં દિકરીઓ પરત કરવાનું કામ કર્યું છે.


જો ઔવેસી તેના ધર્મના વિચાર મુકી શકે તો હું તો મારા રાજ્યની રક્ષા માટે કહું છું: હર્ષ સંધવી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મારા રાજ્યમાં કોઇ સલીમ સુરેશ બની ભોળી દિકરીઓને ષડયંત્ર કરી ફોસલાવે તો તેને છોડવામાં નહીં આવે. જો ઔવેસી તેના ધર્મના વિચાર મુકી શકે તો હું તો મારા રાજ્યની રક્ષા માટે કહું છું. ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જેને એક વર્ષમાં 16 લોકોને ગૌ હત્યામાં સજા કરાવી. માત્ર આરોપીને પકડીને ભુલી જનારી ભુપેન્દ્ર પટેલની સરકાર નથી. તેને સજા સુધી પહોંચાડવા માટે સરકાર સક્રિય છે. 


હજુ જે જગ્યાએ ગેરકાયદે બાંધકામ છે ત્યાં ભુપેન્દ્ર પટેલનું બુલડોઝર અવશ્ય ચાલશે
હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં નાગરિકો માટે સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર દબાણ હતા. કચ્છનાં બે હજાર એકર જગ્યા પરનો કબજો ખાલી કરાયો છે. દ્વારકાની ચારેય દિશામાં ગેરકાયદે બાંધકામ હતા, જે દુર કરવાનુ કામ આપણી ભુપેન્દ્ર પટેલની સરકારે કર્યું છે. હજુ જે જગ્યાએ ગેરકાયદે બાંધકામ છે ત્યાં ભુપેન્દ્ર પટેલનું બુલડોઝર અવશ્ય ચાલશે. મંદિર ચોરી બાદ ચોરી થયેલો માલ ટ્રસ્ટી અને સંતોની હાજરીમાં પરત કરાયો છે. 94ટકા મંદિર ચોરીના આરોપીને પકડીને સામાન, દાગીના મુર્તિ મંદિરને પરત કરાયા છે.