ભાવનગરમાં જળબંબાકાર, અનેક જગ્યાએ પાણી ભરાયા, જેસરમાં 9 ઈંચ, પાલિતાણા અને મહુવામાં 7-7 ઈંચ વરસાદ
Rain Alert: ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં સાર્વત્રીક વરસાદ પડ્યો છે.
Trending Photos
ભાવનગરઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. રવિવારે પણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો આજે ભાવનગર જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લામાં ઘોઘા, તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર સહીત મોટાભાગના તાલુકા પંથકમાં વરસાદ નોંધાયો હતો, જેના પગલે ગઈ સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા શહેર જિલ્લામાં બે સ્થળો પર વીજળી પડવાના બનાવમાં એક મહિલા સહીત 4 લોકોને ઇજા પહોંચતા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જયારે આજે વહેલી સવારે પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું હતુ જેમાં જિલ્લાના તમામ 10 તાલુકા પંથકમાં હળવો ભારે વરસાદ વરસી ગયો હતો, પાલીતાણામાં 4 ઇંચ, સિહોરમાં 2 ઇંચ, તળાજામાં 2 ઇંચ, મહુવામાં 2 ઇંચ જયારે જેસર પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
ભારે વરસાદના કારણે રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય તેવો માહોલ ઉભો થયો હતો. ધોધમાર વરસાદ થતા નદીમાં પાણી વહેતા થયાં હતા. સારો વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.
ગુજરાતમાં ચોમાસાનું આગમન
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું ગુજરાતમાં આગમન થયું છે.
રાજ્યમાં વરસાદી માહોલ
રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગત 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તો વડોદરાના ડભોઈમાં 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના સંખેડામાં 5 ઈંચ વરસાદ રહ્યો. આ ઉપરાંત સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો.
અંબાલાલની આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમાં 24 થી 30 જુન સુધી વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે