'શાળામાં 70થી 75 ટકા શિક્ષક ઈસાઈ છે, પગાર સરકારનો ખાય છે અને કરાવે છે ધર્માંતરણ'

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં વ્યાસપીઠ પરથી બાપુએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને એક પત્ર સોંપ્યો હતો. આ પત્ર એક શિક્ષક દ્વારા બાપુને આપવામાં આવ્યો હતો.

'શાળામાં 70થી 75 ટકા શિક્ષક ઈસાઈ છે, પગાર સરકારનો ખાય છે અને કરાવે છે ધર્માંતરણ'

ઝી બ્યુરો/તાપી: જિલ્લાના સોનગઢ ખાતે પૂ મોરારી બાપુની કથાનું રસપાન કરવા આવેલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ કહ્યું હતું કે શાળામાં 70 ટકા માંથી 75 ટકા શિક્ષક ઈસાઈ છે તેમજ પગાર સરકારનો ખાઈ છે અને ધર્માંતરણ કરાવે છે. 

જે બાબતે મીડિયાએ શિક્ષણ મંત્રીને સવાલ કરતા મંત્રી ધ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી, તેમણે જણાવ્યું કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઈરાદા ધ્વારા જ્યારે ભોળા વિધાર્થીઓના મસીશિસ્ત પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં આવશે નહિ. તેમણે વધુમાં જણાવ્યું કે મલિન ઈરાદો હશે તો ચોક્કસ પણે કાર્યવાહી કરાશે. 

તાપી જિલ્લા મોરારી બાપુની કથાને આજે 8માં દિવસે ફરી એક નવો વિવાદ તાપી જિલ્લામાં ઉભો થયો છે. જેમાં 70થી 75 ટકા આદિવાસી શાળાના શિક્ષકો સરકારના પગારથી બાળકોને ઈસાઈ ધર્મના માર્ગે દોરતા હોવાના નિવેદનને લઈને સ્થાનિક આદિવાસીઓ પણ તેનું સમર્થન કરી રહ્યા છે. 

સ્થાનિક આદિવાસીઓ પણ ધર્માંતરણ શિક્ષણ અને આરોગ્ય જેવી નાની મોટી સેવાથી પ્રભાવિત કરી ઈસાઈ બનાવે છે જ્યારે આદિવાસી અનાદીકાળ થી જે રૂઠી પારંપરિક જેમકે વાઘ દેવ, કંસરી માતા, નાગદેવ તેમજ સિમાળા દેવ જેવા રૂઢિ પરંપરાને ષડયંત્ર રચી નષ્ટ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા તેમ સ્થાનિક આદિવાસીઓ કહી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news