ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી પડી ભાંગ્યું! અમેરિકાના ઓર્ડરો ધડાધડ કેન્સલ થવા લાગ્યા!

Morbi News: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફના નવા દર લાગુ કરવા માટેની જાહેરાત કરી છે તેને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થઈ ગયો છે કારણ કે અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. અને દર વર્ષે મોરબીમાંથી 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ અમેરિકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા ટેરિફ દરના લીધે મોટો કાપ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલમાં યુએસના ઘણા ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા તેઓના ઓર્ડર કેન્સલ કરીને કન્ટેનર શિપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી પડી ભાંગ્યું! અમેરિકાના ઓર્ડરો ધડાધડ કેન્સલ થવા લાગ્યા!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More