હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી યુવક હિન્દુ નામ ધારણ કરીને યુવતી સગીરા હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, વિધર્મી યુવાને યુવતીને લગ્નનું દબાણ કરતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આશિક મકરાણીએ અશોક નામ ધારણ કરીને સગીરાના સંપર્કમાં આવ્યો હોવાની માહિતી ખૂલી છે અને યુવતીનું પાંચ વર્ષથી શારીરિક શોષણ કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોરબીમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને યુવતીને શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી રહી છે. 


આ ઘટનામાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે.


મોરબીની 20 વર્ષીય યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી 363,376(2)(N),376(3),506(2) અને પૉક્સો એક્ટ 5(L)6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.