મોરબી: દીયર સાથે હતા આડા સંબંધ, પત્નીએ દીયર સાથે મળી પતિનું કાસળ કાઢી દાટી દીધો

મોરબી જિલ્લાના સુંદરી ભવાની ગામ પાસે આવેલ વાડીમાંથી જમીનમાં દાટેલી હાલતમાં 40 વર્ષની ઉંમરના યુવાનની લાશ મળી હતી જેથી હત્યાનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકની પત્ની અને તેના દીયરે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, અને બન્ને આરોપીઓ વચ્ચે મૃતક યુવાન આડખીલી રૂપ બનતો હોવાથી તેની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ પાસે કબુલ કર્યું છે.

Updated By: Dec 9, 2019, 02:59 PM IST
મોરબી: દીયર સાથે હતા આડા સંબંધ, પત્નીએ દીયર સાથે મળી પતિનું કાસળ કાઢી દાટી દીધો

હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લાના સુંદરી ભવાની ગામ પાસે આવેલ વાડીમાંથી જમીનમાં દાટેલી હાલતમાં 40 વર્ષની ઉંમરના યુવાનની લાશ મળી હતી જેથી હત્યાનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકની પત્ની અને તેના ભાઈએ યુવાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, અને બન્ને આરોપીઓ વચ્ચે મૃતક યુવાન આડખીલી રૂપ બનતો હોવાથી તેની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ પાસે કબુલ કર્યું છે.

વિધાનસભા કૂચ: કોંગ્રેસના નેતાઓ પર પાણીનો મારો, અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યા

બનાવની વિગત એવી છે કે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ભરતભાઈ ખેંગારભાઈ મકવાણાની વાડી સુંદરી ભવાની રોડ ઉપર આવેલી છે. આ વાડીની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જમીનમાં દાટેલી હાલતમાં 40 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. જેથી કરીને તાત્કાલિક આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મરનાર વ્યક્તિનું નામ ગુજારીયા ઉર્ફે ભૂરો હુનીયાભાઈ નાયક જાતે આદિવાસી (ઉંમર ૪૦) હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યક્તિ છેલ્લા 15 દિવસથી ગુમ હોવાનું તેની પત્ની કહી રહી  હતી. આ દરમિયાન પોલીસે વાડીના માલિક ભરતભાઈ મકવાણાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને મૃતકની પત્ની તેમજ ભાઈ ઉપર પહેલાથી જ શંકા હતી જેથી તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યા હતા. 

VIDEO: યુવા ધન 'સફેદ નશા' ના રવાડે, ટાબરીયાઓથી માંડીને યુવક યુવતીઓ નશાની ચુંગલમાં

જુઓ LIVE TV

તેઓએ ગુજારીયાભાઈની ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાની પોલીસને કબુલાત આપી હતું. તેમણે કહ્યું હતું કે, મૃતક ગુજારીયાભાઈ તેની પત્ની દક્ષાને માર મારતા હતા અને દારૂ પીવાની ટેવ વાળા હતા જેથી તેને તેના દિયર સાથે પ્રેમ સબંધ હતો અને આ આડા સંબંધમાં ગુજારીયાભાઈ આડખીલી બનતા હોવાથી તેની પત્ની અને ભાઈએ તેની હત્યા કરી હતી. હાલમાં પોલીસે મૃતકના ભાઈ રોહન હનીયાભાઈ નાયક ઉ 22 અને મૃતકની પત્ની દક્ષાબેન ગુજારીયાભાઈ નાયક ઉ ૨૫ રહે મૂળ રામેશ્વર પુરા મોટાભારડા, તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા અને હાલમાં ભરતભાઈની માથક ગામે આવેલ વાડી વાળની ધરપકડ કરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...