ભુજ : ક્રિક એરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. લખપત પાસે પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. જેના પગલે તત્કાલ કાર્યવાહી કરતા બોટને ઘેરી લેવાઇ હતી. જો કે બોટમાં બેઠેલા માછીમારો ભાગવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાની માછીમારી બોટ ઝડપાઇ હતી. હાલ તેનું સર્ચન ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. માછીમારીના ઉદ્દેશ્યથી જ તે લોકો ભારતીય સીમામાં ઘુસ્યા હોવાનું બીએસએફનું પ્રાથમિક અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગવગીયાઓને પાણીના ભાવે પ્લોટ આપવા TDO નું ષડયંત્ર, આ રીતે ખુલાસો થયો અને...


સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના લખપતના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 બોટને ઝડપી લેવામાં આવી છે. આજે બપોરના સમયે BSF ભુજની ટુકડીના જવાનો સિરક્રીક નજીક લખપતવારી ક્રીક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે, કેટલાક પાકિસ્તાની માછીમારો સાથે એક પાકિસ્તાની ફિશિંગ બોટ જણાઈ હતી. બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી લીધી હતી.


હેત અને જીતની હેલી: 4 રાજ્યોમાં જ્વલંત વિજય બાદ માતા હીરા બાના આશિર્વાદ લેવા પહોંચ્યા PM


કાદવ અને ભેજવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોરો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો, ખાદ્યપદાર્થો, પીવાના પાણીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વિસ્તારમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બીએસએફના જવાનો દ્વારા હજી પણ ઓપરેશન ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube