વડોદરા રક્ષિતકાંડમાં મિસ્ટ્રી ગર્લ નિકિતા અને અનધર રાઉન્ડનો ભેદ ખૂલ્યો, મિત્ર પ્રાંશુએ આખરે મોઢું ખોલ્યું

Vadodara Hit And Run : વડોદરામાં રક્ષિતે સર્જેલા અકસ્માત કેસમાં અનધર રાઉન્ડ અને નિકિતાનું નામ બોલવા અંગે થયો ખુલાસો... રક્ષિત ફરી ગાંજો પીવા અનધર રાઉ્ડ બોલ્યો હતો...  નિકિતાને એક તરફી પ્રેમ કરતો હોવાથી નિકિતા નામની બૂમો પાડી

વડોદરા રક્ષિતકાંડમાં મિસ્ટ્રી ગર્લ નિકિતા અને અનધર રાઉન્ડનો ભેદ ખૂલ્યો, મિત્ર પ્રાંશુએ આખરે મોઢું ખોલ્યું

Vadodara Rakshitkand : વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડ હિટ એન્ડ રન કેસમાં અનધર રાઉન્ડ અને નિકિતાનું નામ રહસ્ય બન્યું હતું. પરંતું આ રહસ્ય ખૂલી ગયું છે. વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત્રનો મિત્ર સુરેશ ભરવાડ પણ પકડાયો છે. જેમાં પ્રાંશુએ અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બૂમો અંગે ખુલાસો કર્યો છે.  

વડોદરાના રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રનનો મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કારેલીબાગ પોલીસે ગાંધીનગર એફએસએલમાં મોકલેલ બ્લડ રિપોર્ટના સેમ્પલ પોલીસને મળ્યા હતા. જેમાં રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજો પીધો હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું હતું. સુરેશ ભરવાડના ઘરે ત્રણેય મિત્રોએ ગાંજો પીધો હતો તેવું તપાસમાં ખૂલ્યુ. ત્યારે રક્ષિત સાથે કારમાં બેઠેલ મિત્ર પ્રાંશુ ચૌહાણે આખરે પોતાનું મોઢું ખોલ્યું છે. પ્રાશુંએ રક્ષિતના અનધર રાઉન્ડ અને નિકિતાનું રહસ્ય પોલીસ સામે જાહેર કર્યું હતું.

પ્રાશુંએ કહ્યું કે, રક્ષિતને ફરી વાર ગાંજો પીવું હતું એટલે અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો. ગાંજો પિતા સમયે રક્ષિતે આઈ લાઇક નિકિતા કહ્યું હતું. નિકિતા નામની યુવતીને રક્ષિત એકતરફી પ્રેમ કરતો હતો. ઓમ નમઃ શિવાયની બૂમો રક્ષિતે એનર્જી ભેગી કરવા બોલતો હતો. 

સુરેશ ભરવાડ મધ્ય પ્રદેશથી પકડાયો
રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. ચકચારી રક્ષિત અકસ્માત કેસમાં ત્રીજો આરોપી સુરેશ ભરવાડ ફરાર હતો. રક્ષિત ચોરસીયાએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગામ પાસેથી સુરેશ ભરવાડને ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ સુરેશના બ્લડ સેમ્પલ લીધા હતા તેમાં સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું. 

હોળીએ બની હતી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રનની ઘટના 
હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચૌરસિયા દ્વારા કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જે પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી ઘટનામાં આરોપી હાલ જેલ હવાલે છે. દરમિયાન પોલીસ દ્વારા તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news