'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની

હર્ષાલી નોકરીથી બહેનપણી સાથે એક્ટિવા પર ગામ જતી હતી, તે સમયે એક આઈસરે તેમના એક્ટિવાને ટક્કર મારી અને  આ અકસ્માતમાં હર્ષાલીના પગ કચડાઈ ગયા. 

Updated By: Jun 18, 2021, 06:56 PM IST
'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની

નચિકેત મહેતા, નડીયાદ: ખેડા (Kheda) જીલ્લાના મહુધા (Mahudha) તાલુકાનું મોટી ખડોલ ગામ, આ ગામની હસમુખી દીકરી હર્ષાલી ભણવા અને ભણાવવાની શોખીન, પરંતુ કોરોનાના કપરા કાળે એને થપાટો મારી, અને અધૂરામાં પૂરું ઈશ્વરે પણ એની કપરા સમયમાં વધુ કપરી કસોટી લીધી, પણ એ કપરી કસોટીઓ એના ચહેરા પરનું સ્મિત ઝાંખું પાડી શકી નથી.

શશીકાંતભાઈ અને ઉષાબહેન પટેલને કુલ પાંચ સંતાન જીવન ગુજરાનનું માધ્યમ ખેતી, એટલે સ્વાભાવિક રીતે ઘરમાં ખેંચ રહે. મોટી ત્રણેય બહેનો પરણી ગઈ. હર્ષાલીને ભણવાની ખૂબ લગની સ્કૂલમાંથી જ તેનો સ્કોરકાર્ડ હંમેશાં ફર્સ્ટ ક્લાસ રહેતો. તે નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં આગળ ભણવા આવી. 2019માં તે એમ એના પહેલા વર્ષમાં ૭૫ ટકા સાથે પાસ થઇ. 

Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા

એમ.એ.બી.એડ. કરીને શિક્ષક બનવાનું સ્વપ્ન લઈ હર્ષાલી મહેનત કરી રહી હતી. ગામની જ શાળામાં એડહોક શિક્ષકની નોકરી કરીને પિતાને સપોર્ટ કરતી થઈ. ગામના જ ચિંતન પટેલ સાથે તેના વિવાહ નક્કી થયા. પણ કોરોનાકાળ શરૂ થયો એટલે હર્ષાલીની સ્કૂલની નોકરી છૂટી ગઈ. તેથી એણે નડીયાદ (Nadiad) ની જી.આઈ.ડી.સી.માં આવેલી એ.ડી.એફ. કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી લીધી.

પરંતુ ૧/૧૦/૨૦૨૦ની ગોઝારી સાંજે એક ભયાનક ઘટના ઘટી. હર્ષાલી નોકરીથી બહેનપણી સાથે એક્ટિવા પર ગામ જતી હતી, તે સમયે બિલોદરા પાસેના હરિઓમ આશ્રમ બહાર એક આઈસરે તેમના એક્ટિવાને ટક્કર મારી અને બન્ને બહેનપણીઓ પટકાઈ. આ અકસ્માતમાં હર્ષાલીના પગ કચડાઈ ગયા. 

રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર, મહત્વના છે આગામી 26 કલાક

સવા મહિનો એ કરમસદ (Karamsad) મેડિકલ હોસ્પિટલમાં રહી. તેના બંને પગ ૭ સર્જરી કરવી પડી, જમણા પગનો ઢીંચણ સુધીનો ભાગ કાપી નાખવો પડ્યો અને ડાબા પગે બે સળિયા બેસાડવા પડ્યા. તેના મા બાપ ભાંગી પડયા, પરંતુ ચિંતન પટેલ સતત હર્ષાલીની સાથે રહ્યો. તે જોતજોતામાં તકલીફોમાંથી બહાર આવી અને ફરી તેના સપનાંઓ પૂરાં કરવા દોડી, બલ્કે હવે તો ઊંડી પડી છે.

કારણ કે એક તરફ કપાયેલા પગ હોવા છતાં ચિંતન પટેલ તેની સાથે જ લગ્ન કરવા તૈયાર, તો બીજી તરફ કોલેજ મારફતે તેને દવાખાને થયેલા ખર્ચાઓને પહોંચી વળવા ઉદ્યોગપતિ દેવાંગભાઈ ઈપ્કોવાળાના પરિવારજનો તરફથી પાંચ લાખની ઘરેબેઠાં મદદ પહોંચાડવામાં આવી હતી. તેણે તન-મન-ધનથી મળેલા સપોર્ટને કારણે આ આશાસ્પદ યુવતી ફરીથી થનગનવા માંડી.

સિઝનના પ્રથમ વરસાદે જ પૂરમાં તણાયા માતા-પુત્રી, માતાનો બચાવ પુત્રી ડૂબી જતાં મોત

દોઢ મહિનો કરમસદ (Karamsad) હોસ્પિટલમાં રહીને ઘરે આવ્યા પછી જ્યારે હર્ષાલીએ કહ્યું કે મારે તો એમ.એ. પૂરું કરવું છે અને પછી બી.એડ, કરીને શિક્ષક જ બનવું છે, ત્યારે કોલેજે એની પડખે રહેવાની તૈયારી બતાવીને કહ્યું. તારું ફોર્મ ભરાવવાથી લઈને બધું કામ અમે ઘરેબેઠા કરાવી આપશું, પણ હર્ષાલીએ ના પાડતા કહયું, ના સર, હું તો કોલેજ આવીને જાતે જ ફોર્મ ભરીશ. અને ૧૭/૦૬/૨૦૨૧ના રોજ હર્ષાલી અને ચિંતન પટેલ જ્યારે ફોર્મ ભરવા કોલેજ આવ્યા, ત્યારે કોલેજ પરિવારે તેની આ હિંમત અને જિંદાદિલીને વધાવી લીધી હતી. 

Corona Vaccine ના લીધે દેશમાં બચ્યા હજારો જીવ, સ્ટડીમાં સામે આવી મહત્વપૂર્ણ જાણકારીઓ

એક એડમીશન ફોર્મ ભરવા જેવી સામાન્ય ઘટના કોલેજમાં ઉત્સવની જેમ ઉજવાઈ. સહુએ હર્ષાલીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં નડીયાદ (Nadiad) ના પ્રથમ નાગરિક સમા પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા તથા કાઉન્સીલર પ્રીતિબેન વાઘેલાએ ખાસ ઉપસ્થિત રહીને હર્ષાલીના સ્પીરીટને તો વધાવ્યો, ઉપરાંત તેમણે હર્ષાલીને દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી"

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube