close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમેરિકામાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યાથી ચકચાર

અરશદ પિતાનાં ગેસ સ્ટેશન પર મદદ કરાવવા માટે ગયો હતો ત્યારે અચાનક ગોળીબાર

Krutarth Joshi Krutarth Joshi | Updated: Dec 29, 2017, 11:40 PM IST
અમેરિકામાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યાથી ચકચાર

નડિયાદ : અરશદ ઇશાક વોરા નામનાં 21 વર્ષીય યુવકની અમેરિકા ખાતે શિકાગોમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોતાનાં પિતાના ગેસ પંપ પર કમ કરી રહ્યો હતો. દરમિયાન ગોળીબાર થતા અન્ય ભારતીય કર્મચારીને પણ ગોળી વાગી હતી. જો કે હાલ એકનાં એક પુત્રનાં મોતથી સમગ્ર પરિવાર શોકસંતપ્ત બન્યો છે.

વિગતો અુસાર અરશદ વોરા ગેસ સ્ટેશન પર પોતાનાં પિતાની મદદ કરવા માટે અવાર નવાર જતો રહેતો હતો. અરશદનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સેટ થયેલો છે અને પોતાનું ગેસ સ્ટેશ ધરાવે છે. જો કે ગેસ સ્ટેશન પર અચાનક અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં અરશદને બે ગોળી વાગી હતી જ્યારે ગેસ સ્ટેશ પર કામ કરતા અન્ય એક સાઉથ ઇન્ડિયન કારીગરને ગોળી વાગી હતી. જો કે હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટના ઇલોના સિટી સ્ટેટનાં શિકાગોનાં હાર્વી ગામમાં બન્યો હતો. અરશદનાં પિતા તેમની ભાણીનાં લગ્નમાં આવ્યા હતા. જ્યારે આ બનાવ બન્યો. હાલ સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. અત્રે નોંધનીય છે કે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવાનો લાંબા સમયથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે.