VIDEO: મોદી-ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર, 9 નહીં 22 કિમીનો જ રહેશે રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અગાઉ એવી માહિતી આવી હતી કે રોડ શો 22 કિમીનો નહીં પરંતુ 9 કિમીનો રહેશે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરે જે જાહેરાત કરી છે તે મુજબ આ રોડ શો 9 કિમીનો નહીં પરંતુ 22 કિમીનો જ રહેશે.

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અગાઉ એવી માહિતી આવી હતી કે રોડ શો 22 કિમીનો નહીં પરંતુ 9 કિમીનો રહેશે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરે જે જાહેરાત કરી છે તે મુજબ આ રોડ શો 9 કિમીનો નહીં પરંતુ 22 કિમીનો જ રહેશે.
અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ મારફતે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ રોડ શો 22 કિમીનો જ રહેશે. આ અગાઉ રોડ શો 9 કિમીનો કરાયો હોવાની જાહેરાત થઈ હતી. ડફનાળા ચિલ્ડ્રન પાર્ગક પાસે રોડ શો યોજાશે તેવી જાહેરાત થઈ.
નોંધનીય છે કે હાલ ભારતમાં સૌના આકર્ષણનું કારણ અમદાવાદ શહેર બન્યું છે. ટ્રમ્પના આગમનને કારણે અમદાવાદને દુલ્હનની જેમ સજાવાઈ રહ્યું છે. ટ્રમ્પ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, અને ક્યાંથી નીકળશે, ટ્રમ્પ માટે શું ખાસ આયોજન કરાયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો...
મોદી-ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત નક્કી
હા- ના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત એકદમ કન્ફર્મ છે. આશ્રમ આસપાસ આખરી તબક્કાની તૈયારીઓ થઈ રહી છે. આરટીઓ સર્કલથી ગાંધી આશ્રમ સુધી ગાંધી જીવનના ટેબ્લો લાગ્યા છે. ગાંધીજીના જીવનકાળ દરમિયાનના પ્રસંગોને દર્શાવવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા પણ બંદોબસ્તને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube