ઝી ન્યૂઝ/વડોદરા: ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું ચિત્ર હવે ફાઈનલ થઈ ગયું છે. આગામી સપ્તાહે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના એંધાણ કોંગ્રેસના ધારાસભ્યોએ આપી દીધા છે. એટલું જ નહીં, નરેશ પટેલ અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. હાઈકમાન્ડ સાથે થયેલી વાતચીતમાં પોઝિટીવ સંકેત મળ્યા હોવાની માહિતી મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે નરેશ પટેલ અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સમીસાંજે કોંગ્રેસના 4 ધારાસભ્યો વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા છે. અને ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સાથે 4 ધારાસભ્યો દિલ્લી ગયા હતા. નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવા ગયા હતા જ્યાં વાતચીતમાં પોઝિટીવ સંકેત મળ્યા છે. પ્રતાપ દૂધાતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નરેશ પટેલને લઈને એક અઠવાડિયામાં નિરાકરણ આવી જશે. હાઈકમાન્ડ સાથે થયેલી વાત મુજબ પોઝિટિવ સંકેત છે. મને વિશ્વાસ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે.


GUJARAT CORONA UPDATE: જુન-જુલાઇમાં કોરોનાની વધુ એક લહેર આવશે? જાણો આજના પોઝિટીવ કેસ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેઓ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને કોકડું હજું ગૂંચવાયેલું છે. તેમ છતાં ચર્ચાઓ ચાલી રહી છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે નરેશ પટેલ દિલ્લીમાં પહોંચ્યા હતા અને તેઓ દિલ્હીમાં હાઈકમાંડ અને રાજકીય અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.


થોડાક કલાકો પહેલા ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર આપ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ભારે ચઢાવ ઉતાર વચ્ચે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે ફાઈનલ થઈ શકાયું નથી. ત્યારે આજે નરેશ પટેલ દિલ્લી પહોંચ્યા હતા. નરેશ પટેલ સાથે કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ હતા. જેમાં નરેશ પટેલ લલિત કગથરા, કિરીટ પટેલ, લલિત વસોયા, પ્રતાપ દુધાત સાથે દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી હતી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા નરેશ પટેલ દિલ્લી પહોંચતા રાજકીય ગલિયારોમાં અલગ અલગ અટકળો ચાલી રહી હતી. નરેશ પટેલ અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલ્લીમાં હાઈકમાંડ અને રાજકીય અગ્રણીઓ સાથે એક બેઠક કરી હતી.


ગુજરાતનું પ્રસિધ્ધ શક્તિપીઠના મોહનથાળના પ્રસાદનું છે અનેરું મહત્ત્વ, કયારેય નથી ચડતા કીડી-મકોડા....


ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ 10 તારીખે રાજકીય પાર્ટીમાં જોડાશે કે નહીં તે અંગે પોતાના મત અંગે જાહેરાત કરવા માટે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે ગઇકાલે (રવિવાર) કોંગ્રેસના એક પ્રદેશ નેતા સાથે બેઠક કરી હતી. તમને જણાવી દઈએ કે 10 મેના રોજ નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તેની જાહેરાત કરવાની વાત કરી હતી. હવે મોટી જાહેરાત પહેલાની દિલ્લી મુલાકાત પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ દિલ્હી દરબારમાં પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube