)
Narmada Dam: નર્મદા ડેમની સપાટી 136 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના સીઝન માં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ ના 3 ડેમો માંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ ડેમમાં 5.30 લાખ ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ, ડેટ અને કેનાલ મારફતે 4.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 44 સેમીનો વધારો નોંધાયો છે. ધીરે ધીરે સપાટી માં વધારો જોવા મળી રહ્યો છે.વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જોકે પ્રથમવાર નર્મદા ડેમ ના 23 દરવાજા 2019 માં ખુલ્યા હતા ત્યાર બાદ 2020 માં 23 દરવાજા ખોલવામાં આવ્યા 2022 માં 23 દરવાજા અને 2023 માં 23 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પુર આવ્યું હતું અને હાલ 2025 માં આજે 23 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ઉપરવાસમાંથી સતત જો પાણી ની આવક રહેશે તો ફરી 2025 માં પુર ની સ્થિતિ સર્જાઈ શકે છે જોકે આજે ૧૧ વાગ્યા બાદ પાણી ની આવક કરતા જાવક ઓછી કરતા પૂર ની કોઈ શક્યતા દેખાતી નથી.