)
નવસારીના બિલિમોરાના શ્રી સોમનાથ મંદિરે ભરાયેલા મેળામાં રવિવારે દુર્ઘટના બની. 50 ફૂટ ઉંચી ટાવર રાઈડ અચાનક તૂટી પડતા પાંચ લોકો ઘાયલ થયા. જેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાઈડ ઓપરેટરને વધુ સારવાર માટે સુરતની ખાનગી હૉસ્પિટલમાં રીફર કરાયો. રાઈડમાં ખામી સર્જાતા તે અચાનક નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતા.
અકસ્માત સમયે રાઈડમાં 10 જેટલા લોકો સવાર હતા. જેમાંથી બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટરને વધુ ઈજા થઈ છે. જેમને સારવાર આપવામાં આવી છે. જ્યાં કમરમાં વધુ માર વાગતા જશ રાજીવ ટંડેલ, દીર્ઘ હેમંત ટંડેલ, રોશની વિકાસ પટેલ, દિશા રાકેશ પટેલને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
નવસારીના બિલિમોરાના મેળામાં રાઈડ તૂટી પડતા અનેક લોકો થયા ઈજાગ્રસ્ત! LIVE વીડિયો થયો વાયરલ #Gujarat #BreakingNews #News #Viral #ViralVideo #Navsari pic.twitter.com/a561tm2kiT
— Zee 24 Kalak (@Zee24Kalak) August 18, 2025
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કાર્યવાહી હાથ ધરી. જો કે, આ ઘટનાથી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમરમાં વધુ માર વાગતા જશ રાજીવ ટંડેલ (14), દીર્ઘ હેમંત ટંડેલ (14), રોશની વિકાસ પટેલ (30), દિશા રાકેશ પટેલ (21) ને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
બીજી તરફ ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મેળામાં ટાવર રાઈડ તૂટી પડતા મેળા અને તેમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.
સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે. જેમાં પણ રાજ્ય સરકારની SOP પ્રમાણે નિયમોનું પાલન થયું છે કેમ..? જેવા સવાલો લોકમુખે ચર્ચા રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મુકીને રાઇડર્સ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે.