રોહિત શર્માની જેમ મારા ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવો... નયનાબા જાડેજાએ કરી મોટી માંગ

Naynaba Jadeja On Ravindra Jadeja : રોહિત શર્માના સ્ડેન્ટ બાદ નયનાબા જાડેજાએ ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ મૂકવાની કરી માંગ... સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ 

રોહિત શર્માની જેમ મારા ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવો... નયનાબા જાડેજાએ કરી મોટી માંગ

Cricket News : શુક્રવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ODI ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોહિત તેના પરિવાર સાથે ત્યાં હાજર હતો અને ખૂબ જ ભાવુક દેખાતો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઘણા ભારતીય ક્રિકેટરો પણ હાજર હતા. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ પોતાના ભાઈને આવું સન્માન મળવું જોઈએ તેવી માંગ કરી છે.

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામે સ્ટેન્ડ બનાવાયા બાદ હવે સૌરાષ્ટ્રના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા માટે પણ આવો જ સન્માન હોવો જોઈએ એવી માંગ ઉઠી છે. રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નિરંજન શાહ સ્ટેડિયમમાં તેમના ભાઈ રવિન્દ્ર જાડેજાના નામે એક સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. સાથે જ ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાની જેવા દિગ્ગજો માટે પણ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. 

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે. તો પછી તેમના નામે સ્ટેન્ડ ન બને એ યોગ્ય ન કહેવાય. 

સોશિયલ મીડિયા પર નયનાબાની પોસ્ટ 
તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ જડકાયું છે એવા "test all rounder"  રવિન્દ્ર જાડેજા ના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં રાજકોટના નિરંજનશા સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે એમને સ્થાન આપવું જોઈએ.

રોહિત શર્માનું વાનખેડેમાં સ્ટેન્ડ 
ઉલ્લેખનનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામ પરથી વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે, જે તેમની મહેનત અને સફળતાની વાર્તા દર્શાવે છે. મુંબઈના બોરીવલી વિસ્તારના વતની, રોહિત શર્માએ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વાનખેડે સ્ટેડિયમની બહારથી મેચ જોવી તેમના માટે એક સ્વપ્ન જેવું હતું, જે આજે તેમણે તેમના નામ પર રાખેલા સ્ટેન્ડના રૂપમાં વાસ્તવિકતામાં ફેરવાઈ ગયું છે. અજિંક્ય નાઈકે કહ્યું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા વાનખેડે સ્ટેડિયમ ખાતે 'રોહિત શર્મા સ્ટેન્ડ'નું ઉદ્ઘાટન માત્ર એક સન્માન નથી પરંતુ સંઘર્ષ અને સફળતાનું પ્રતીક છે જે એક સામાન્ય છોકરાને ક્રિકેટ સુપરસ્ટાર બનાવે છે. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ કહ્યું કે આ એક અવિશ્વસનીય ક્ષણ છે જેની તેણે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી, અને તે આ માટે હંમેશા તેના માતાપિતા, કોચ અને ચાહકોનો આભારી રહેશે. રોહિત શર્મા ઉપરાંત, વાનખેડે સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ ક્રિકેટર અજિત વાડેકર, વરિષ્ઠ નેતા શરદ પવારના નામ પર સ્ટેન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news