તેજસ મોદી/સુરત : દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગો સક્રિય થતી હોય છે. ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પાંચ શખ્સો એકની એક ગેંગને ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકો ટોળકી બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. હાલ દિવાળી તહેવાર ચાલી રહ્યો છે, અને આવા સમયે ચોરી ની ઘટનોનું પ્રમાણ વધી જતુ હોય છે. સુરત પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. જે દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન


ક્રાઇમ બ્રાન્ચ પોલિસે શહેરમાં ચોરી કરતી 5 શખ્સોની નેપાળી ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકી રાત્રે ચાઈનીઝની લારી કે ચાની કિટલી પર ચોરીનો પ્લાન બનાવતા હતા. ત્યાર બાદ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ ટોળકીની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે તેને પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે નેપાળી ગેંગના નવરાજસીંગ જ્યસીંગ વિશ્વકર્મા, લલીત ઉર્ફે લાલા નદું વિશ્વકર્મા, પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ, ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી અને જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવાને પકડી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા હતા. 


દિવાળીને લઇ દ્વારકાધીશની આરતીના સમયમાં ફેરફાર, જાણો એક ક્લિકમાં...


સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયું


ટોળકી કરિયાણાની દુકાને ટાર્ગેટ કરતી હતી. જે દુકાનોમાં સેન્ટ્રલ લોક હોય તેવી દુકાનોમાં ચોરી કરતા હતા. ખાસ કરીને ટોળકી રાંદેર અને અડાજણ વિસ્તારમાં જ ચોરીના ગુનાને અંજામ આપતી હતી. વધુમાં દિવસ દરમિયાન ટોળકીના સાગરિતો બાઇક પર બેસીને દુકાનોમાં રેકી કરી રાત્રે દુકાનનું શટલ વચ્ચે ઊચું કરી ચોરી કરતા હતા. ચોરી કરેલી રોકડ સરખે ભાગે વહેંચી લેતા હતા. નેપાળી ગેંગમાં નવરાજસીંગ અને ક્રિષ્ના સિક્યુરીટી ગાર્ડ છે. જયારે લલીત, પ્રહલાદ અને જીતેન્દ્ર ચાઇનીઝની લારી પર કામ કરે છે. જોકે ચાઇનીઝની લારી કે ચાની કિટલી પર ભેગા થઈને ચોરીનો પ્લાન બનાવતી નેપાળી ટોળકીના 5 સાગરિતોને ક્રાઇમબ્રાંચે પકડી પાડયા છે. ટોળકી પાસેથી રોકડ 40 હજાર, બે બાઇક સહિત 1.10 લાખનો મુદામાલ કબજે વધુ તપાસ હાથ ધરી છે.