ગુજરાત મીડિયા ક્લબમાં નવી લીડરશિપ : નિર્ણય કપૂર અધ્યક્ષ તો સીનિયર ઉપાધ્યાક્ષ બન્યા દિક્ષિત સોની

Ahmedabad News: ગુજરાત મીડિયા ક્લબની સફળ ચૂંટણી પ્રક્રિયા પછી 2025-27 માટે નવી કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતભરમાં વિવિધ મીડિયા સંસ્થાઓ અને પ્રોફેશનલ્સનું વિશાળ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે છ સભ્યોને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.  

ગુજરાત મીડિયા ક્લબમાં નવી લીડરશિપ : નિર્ણય કપૂર અધ્યક્ષ તો સીનિયર ઉપાધ્યાક્ષ બન્યા દિક્ષિત સોની

Gujarat Media Club : ગુજરાત મીડિયા ક્લબ (GMC) જે રાજ્યના પ્રમુખ મીડિયા પ્રોફેશનલ્સનું સંઘ છે. તેણે સફળ ચૂંટણી પ્રક્રિયા પછી 2025-27 માટે નવી કાર્યકારી સમિતિની જાહેરાત કરી છે. GMC ચૂંટણી 2025 માટેના રિટર્નિંગ ઓફિસર હિમાંશુ ઉપાધ્યાયે પુષ્ટિ કરી કે, નિર્ણય કપૂર અધ્યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા અને તેઓ નિર્વિઘ્ન ચૂંટાઈ આવ્યા છે.  

ક્લબના ઉપનિયમો અનુસાર અને કંપની સચિવ સાથેની સલાહ પરથી આગામી બે વર્ષ માટે નવ પદાધિકારીઓની ટીમની નિમણૂંક કરવામાં આવી છે.  

GMC પદાધિકારીઓ (2025-27): 

  • અધ્યક્ષ: નિર્ણય કપૂર  
  • સીનિયર ઉપાધ્યક્ષ: દિક્ષિત સોની  
  • ઉપાધ્યક્ષ: આશિષ અમીન, રાજીવ પાઠક  
  • મહાસચિવ: સંજય પાંડે  
  • સચિવ: શત્રુઘ્ન શર્મા  
  • સંયુક્ત સચિવ: મનીષ દેસાઈ, ભાર્ગવ પારેખ  
  • ખજાનચી: અજીત સોલંકી  

અત્યાર સુધી ગુજરાતભરમાં વિવિધ મીડિયા સંસ્થાઓ અને પ્રોફેશનલ્સનું વિશાળ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે છ સભ્યોને GMC એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.  

GMC એક્ઝિક્યુટિવ કમિટી સભ્યો (2025-27):  

  1. ધવલ ભરવાડ  
  2. યોગેશ ચાવડા  
  3. મદન મેનોન  
  4. હિમાંશુ ઉપાધ્યાય  
  5. રુતમ વોરા  
  6. અલ્કેશ પટેલ  

નવા નેતૃત્વ સાથે ગુજરાત મીડિયા ક્લબ રાજ્યના પત્રકારો, સંપાદકો અને મીડિયા પ્રોફેશનલ્સના કલ્યાણ અને વ્યાવસાયિક વિકાસ માટે વિવિધ નવી પહેલ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. પૂર્વ સમિતિએ પોતાનું સમર્પિત પ્રયત્ન કરીને એક ફંડ એકત્ર કર્યું, જે GMC સભ્યોની સુખાકારી અને આરોગ્ય સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. વધુમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્લબે GMC સભ્યો અને ગેર-સદસ્યોના પરિવારજનોને શોક સમયે આર્થિક સહાય પૂરી પાડી છે. નવી કાર્યકારી ટીમ મીડિયા સમુદાય માટે એક સક્રિય અને સહયોગી વાતાવરણ ઉભું કરવા માટે પ્રતિબદ્ધ છે.  

ગુજરાત મીડિયા ક્લબ ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન સુનિશ્ચિત કરવા બદલ હિમાંશુ ઉપાધ્યાયનો હ્રદયપૂર્વક આભાર માને છે. GMC નવા નેતૃત્વ હેઠળ એક પ્રભાવશાળી અને સક્રિય કાર્યકાળ માટે આતુર છે.  

ગુજરાત મીડિયા ક્લબ વિશે  
ગુજરાત મીડિયા ક્લબ, જે કંપની અધિનિયમ, 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ છે, એક વ્યાવસાયિક સંગઠન છે જે પત્રકારત્વના ધોરણોને વધારવા, નેટવર્કિંગ તકોને પ્રોત્સાહિત કરવા અને મીડિયા પ્રોફેશનલ્સના હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news