હવે અમદાવાદમાં રસ્તા પર ગમે ત્યાં રખડતા કૂતરાઓને નહિ ખવડાવી શકાય, નવો નિયમ આવ્યો
Street Dog Policy : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડોગ પોલિસી અંતર્ગત શહેરના 126 સ્પોટની પસંદગી કરાઈ છે, જ્યાં રખડતા શ્વાનોને ખવડાવી શકાશે, આ નિયમનું પાલન ન કરાનારને દંડ પણ કરાશે
Trending Photos
)
Ahmedabad News : અમદાવાદમાં રખડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શેરી અને રખડતા કૂતરા માટે નવા પોલિસી લાગુ કરી છે. જે મુજબ હવે રખડતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. આ માટે શહેરમાં 126 સ્પોટ નક્કી કરાયા છે, ત્યાં જ તેમને ભોજન આપી શકાશે.
અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. ન માત્ર અમદાવાદમાં, પરંતું સમગ્ર દેશમાં રખડતા શ્વાન એક પેચીદો મુદ્દો બન્યો છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનું પગલુ ભર્યું છે. અમદાવાદમાં હવે રખતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. નવી પોલિસી અંતર્ગત મ્યુનિસિપાલિટીએ 126 જગ્યા નક્કી કરી છે. માત્ર આ જ જગ્યા પર કૂતરાઓને ખાવાનું ખવડાવી શકાશે. વોર્ડ દીઠ એક કે બે સ્થળો નક્કી કરાયા છે.
આ માટે કોર્પોરેશન આગામી સમયમાં નવા નિયમો બનાવશે. જેમાં કૂતરાઓને રોડ પર અપાતા ભોજનથી થતી ગંદકીને પણ અટકાવી શકાશે.
કોર્પોરેશન આ સ્થળ પર પોસ્ટર લગાવીને લોકોને જાગૃત કરશે. તેમજ પોસ્ટર પર સૂચનાઓ લખેલી હશે કે, કૂતરાઓને આ સ્થળે જ ભોજન આપવું. આ માટે કેટલાક સ્મશાનોની જગ્યા પણ સામેલ કરાઈ છે. જ્યાં કૂતરાઓની સંખ્યા જોવા મળતી હોય છે. આ વિશે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, લોકોને પ્રેરિત કરાઈ રહ્યાં છે કે ત્યાં જઈને જ કૂતરાંને ખવડાવે. દરેક વોર્ડ, ઝોન, લોકોની નજીકની જગ્યા નક્કી કરાઈ છે.
દંડની જોગવાઈ પણ કરાશે
કોર્પોરેશનના આ નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કોર્પોરેશનની નિયત કરેલી જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યા પર કૂતરાઓને ખાવાનું આપશે તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














