)
Navratri 2025 Food Stall: નવરાત્રિના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળોએ ફૂડ સ્ટોલ લગાવતા વેપારીઓ માટે AMC ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા નવા નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને તેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
લાયસન્સ અને નોંધણી ફરજિયાત
AMC ના હેલ્થ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ, તમામ કાયમી અને હંગામી ફૂડ સ્ટોલધારકોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ લાયસન્સ અથવા નોંધણી મેળવવી ફરજિયાત છે. આ લાયસન્સ માટે foscos.fssai.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજો અને ફી ભરવાના રહેશે. લાયસન્સ વગર ફૂડ સ્ટોલ ચલાવવો એ કાયદાકીય ગુનો ગણાશે.
સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત શહેરના તમામ ઝોન / વોર્ડ લેવલે પાર્ટી પ્લોટ, હોલ તથા જાહેર રાસ ગરબાના આયોજન દરમ્યાન અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગ દ્રારા કાયમી ફુડ સ્ટોલ્સ ધારકો / તદ્દન હંગામી ધોરણે ઉભા કરવામાં આવનાર ફુડ સ્ટોલ્સ ધારકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન બાબતે અને તેઓ દ્રારા અનુસરવાની થતી શરતો / નિયમો નીચે મુજબ છે.
૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન સત્વરે ઝોન / વોર્ડના ફુડ સેફટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા foscos.fssai.gov.in ઉપર ઓનલાઇન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઇન અરજી કરી લાયસન્સ / રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવી લેવાના રહેશે.
૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવ્યા વગર ખાધ્ય ચીજવસ્તુ ઓનો ધંધો કરવો તે કાયદાકીય ગુના પાત્ર છે.
૩) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (રજીસ્ટ્રેશન એન્ડ લાયસન્સીંગ ઓફ ફુડ બીઝનેસીસ) રેગ્યુલેશન-૨૦૧૧ના શિડયુલ ૪ ના નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
૪) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રેન પહેર્યા વગર ખાધ્ય પદાર્થ બનાવવો નહી કે વેચવો નહી.
૫) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ પોતાની અંગત સ્વચ્છતા જેવી કે નખ કાપેલા હોવા જોઈએ, વાળ કાપેલા હોવા જોઈએ વિગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૬) નવરાત્રી મહોત્સવ દરમ્યાન સંચાલકોએ ફુડ સ્ટોલ્સમાં ચેપીરોગ થી પીડાતા કોઇ પણ ફુડ હેન્ડલરને પ્રવેશ આપવો નહી.
૭) નવરાત્રી મહોત્સવ દરમ્યાન પેકીંગ રો-મટીરીયલના લેબલની ખાતરી કરી તેનો ઉપયોગ કરી ખાધ્ય ખોરાક તૈયાર કરવો.
૮) નવરાત્રી મહોત્સવ દરમ્યાન આગ લાગે તેવા સંજોગોમાં અગમ ચેતીના ભાગરૂપે અગ્નિશામક ઉપકરણો અવશ્ય રાખવાના રહેશે.
૯) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવનાર ખાધ્ય ખોરાકને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ રાખવાના રહેશે. તેમજ યોગ્ય આવરણથી ખાધ્ય ખોરાકને ઢાંકીને રાખવો.
૧૦) નવરાત્રી મહોત્સવ દરમ્યાન વાસી કે બગડી ગયેલ ખાધ્ય ખોરાક વેચવો નહી અને તેનો સત્વરે નાશ કરવો.
૧૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સ ધારકોએ તારીખ વીતી ગયેલ ખાધ્ય પદાર્થ, ઠંડાપીણા, આઇસ્ક્રીમ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનો ઉપયોગ કરવો નહી.
૧૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલની આસપાસની જગ્યામાં સફાઈનાં ઉચ્ચત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે. તેમજ સુકા તથા ભીના કચરાના અલગ-અલગ ડસ્ટબીનની વ્યવસ્થા પણ તેઓએ કરવાની રહેશે.
૧૩) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સ ધારકોએ પ્રતિબંધિત પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.
૧૪) જાહેર આરોગ્ય, સલામતિ અને વ્યવસ્થાને લગતી સંબંધિત સત્તાની શરતો અને વખતો-વખત થતા આદેશોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત શહેરના તમામ ઝોન / વોર્ડ લેવલે પાર્ટી પ્લોટ, હોલ તથા જાહેર રાસ ગરબાના આયોજન દરમ્યાન અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગ દ્રારા કાયમી ફુડ સ્ટોલ્સ ધારકો / તદ્દન હંગામી ધોરણે ઉભા કરવામાં આવનાર ફુડ સ્ટોલ્સ ધારકોને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેનું લાયસન્સ / રજીસ્ટ્રેશન ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીની પુર્વ મંજુરી મેળવીને જ ઇસ્યુ કરવાના રહેશે.