વડોદરાના રક્ષિતકાંડમાં નવો વળાંક, કારનો ડેટા બનશે મજબૂત પુરાવો, ખુલશે નવા રહસ્યો
Vadodara Hit And Run : વડોદરા રક્ષિત અકસ્માત કેસમાં કારનો ડેટા મોકલાયો જર્મની... સ્પીડ સાહિતના અનેક જવાબો મળશે... તો રક્ષિત જે મકાનમાં ભાડેથી રહેતો હતો તેના મકાન માલિકની ધરપકડ કરવામાં આવી
Trending Photos
Vadodara Raxitkand : વડોદરાના રક્ષિતકાંડમાં પોલીસની તપાસ આગળ વધી છે. કારના ડેટા મેળવવા પોલીસે વોક્સ વેગન કંપનીની મદદ લીધી છે. કંપનીના પૂણેથી 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા. કારના ડેટા લઈ જર્મની મોકલવામાં આવ્યા છે. ડેટા રિક્ટર કરી એનાલિશસ કરવામાં આવશે. કારની અકસ્માત સમયની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી, અકસ્માતનો સમય વગેરે બાબતો બહાર આવશે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખૂલી, તે તમામ વિગતો કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પૂણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલ્યો છે.
રક્ષિતના મકાન માલિકની ધરપકડ
વડોદરાના કારેલીબાગના હિટ એન્ડ રનનો મામલે રક્ષિતને ફ્લેટ ભાડે આપનારની અટકાયત કરાઈ છે. રક્ષિત ચૌરસિયાને નિઝામપુરામાં ભાડે ફલ્ટ અપાયો હતો. ગાયત્રી અપાર્ટમેન્ટમાં રક્ષિત ભાડે રહેતો હતો. ઘરના માલિકે સ્થાનિક પોલીસને મકાન ભાડે આપ્યા છતાં જાણ નહોતી કરી. પોલીસને ઘરના માલિક અશ્વિન નારાયણ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે.
રક્ષિત ચોરસિયા કાંડ બાદ વડોદરા પોલીસ અને કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે રાત્રે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશને કરી સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત સુધી લારી ગલ્લા ખુલ્લા રાખતાં લોકો પર તવાઈ બોલાવી છે. ફતેગંજ, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાંથી દબાણો દૂર કર્યા છે. લારી ગલ્લા અને ખાણીપીણીની લારીઓ પર અસામાજિક તત્વોએ અડ્ડો બનાવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ કરનાર એક વેપારીની પોલીસે અટકાયત પણ કરી છે. ફતેગંજ પોલીસ અને દબાણ શાખાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. રાજમહેલ રોડ અને ખંડેરાવ માર્કેટ દબાણ દૂર કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે