ગુજરાતની કમાન ફરી વિજય રૂપાણી -નીતિન પટેલને સોંપાઇ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મંત્રીમંડળ સાથે ગુરુવારે રાજીનામું આપી દીધુ. 

ગુજરાતની કમાન ફરી વિજય રૂપાણી -નીતિન પટેલને સોંપાઇ

અમદાવાદ: ગુજરાતમાં સીએમ કોણ તે નક્કી કરવા માટે  કમલમ ખાતે મહત્વની બેઠક બંધ બારણે શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી તરીકે જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો વિજય રૂપાણીનું નામ નિશ્ચિત જ છે. ડેપ્યુટી સીએમ તરીકે પણ નીતિન પટેલનું નામ નિશ્ચિત મનાય છે. સ્પીકર તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ મોખરે છે. જો બે ડેપ્યુટી સીએમ રખાય તો ગણપત વસાવાનું નામ સંભળાય છે. હાલ કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક શરૂ થઈ ગઈ છે. આ અગાઉ કોરકમિટિની બેઠક પૂરી થઈ. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મંત્રીમંડળ સાથે ગુરુવારે રાજીનામું આપી દીધુ. બુધવારે રાજ્યપાલ ઓ પી કોહલીએ વિધાનસભા ભંગ કરીને નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો હતો.  ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યો રાજ્યના આગામી મુખ્યમંત્રીને પસંદગી માટે આજે ગાંધીનગરમાં બેઠક કરી રહ્યાં છે. ગુરુવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને અન્ય મંત્રીઓ સાથે વિજય રૂપાણીએ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામાં સોંપ્યાં. જો કે નવી સરકાર બને ત્યાં સુધી રૂપાણી કાર્યવાહક મુખ્યમંત્રી બની રહેશે. નીતિન પટેલે રાજભવન બહાર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મુખ્યમંત્રી રૂપાણી અને તેમના સમગ્ર મંત્રીમંડલે રાજ્યપાલ ઓ પી કોહલીને પોતાના રાજીનામા સોંપી દીધા જેમને રાજ્યપાલે સ્વીકારી લીધા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 22, 2017

કમલમ ખાતે  બેઠક

મુખ્યમંત્રીના નામ પર ફેસલો લેવા માટે આજે પ્રદેશ પાર્ટી હેડક્વાર્ટર કમલમ ખાતે બેઠક શરૂ થઈ ગઈ  છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ બેઠકમાં હાજર છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સહપ્રભારી વી સતીષ હાજર છે. કોર કમિટિની બેઠક બાદ ધારાસભ્યો સાથે બેઠક થઈ રહી છે. 

— ANI (@ANI) December 22, 2017

અત્રે જણાવવાનું કે અગાઉ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપ વિધાયક દળ  કેન્દ્રીય પર્યવેક્ષકો- નાણા મંત્રી અરુણ જેટલી અને પાર્ટી મહાસચિવ સરોજ પાંડેની હાજરીમાં પોતાના નેતાની પસંદગી માટે બેઠક કરશે. 

તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષના નેતાની પસંદગી માટે તમામ પાર્ટી ધારાસભ્યો પર્યવેક્ષકો અને પ્રભારી નેતાઓની સાથે બેઠક કરશે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી રૂપાણીની પસંદગી કરી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે પાર્ટી રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. 

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મામૂલી અંદરથી ભાજપની જીત બાદ કેન્દ્રીય નેતૃત્વ મુખ્યમંત્રી બદલવા ઉપર પણ વિચાર કરી શકે છે. મુખ્યમંત્રી પદની હોડમાં જે નામ ચાલી રહ્યાં છે તેમાં નીતિન પટેલ, મનસુખ માંડવિયાના નામ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news