ગુજરાતી ન્યૂઝGujaratSummer Solstice 2025: આ તારીખે 12 નહીં 14 કલાકનો હશે દિવસ, ટૂંકી થશે રાત! આખરે શું છે તેનું કારણ?

Summer Solstice 2025: આ તારીખે 12 નહીં 14 કલાકનો હશે દિવસ, ટૂંકી થશે રાત! આખરે શું છે તેનું કારણ?

Summer Solstice 2025: 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે 12-12 કલાકની. પરંતુ 21 ડિસેમ્બર બાદ રાત નાની થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે. 21 જૂને દિવસ સૌથી મોટો હોય છે. તેના બાદ દિવસની લંબાઈ ધીરે ધીરે ઓછી થવાની શરૂ થઈ જાય છે.

Summer Solstice 2025: આ તારીખે 12 નહીં 14 કલાકનો હશે દિવસ, ટૂંકી થશે રાત! આખરે શું છે તેનું કારણ?

મુસ્તાક દલ/જામનગર: આકાશમાં સૂર્ય જે માર્ગ ઉપર ગતિ કરતો દેખાય છે અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. ખગોળની પરિભાષામાં ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજાને છેદે છે, તે દરેક છેદન બિંદુને સંપાતબિંદુ કહેવામાં આવે છે. 

Add Zee News as a Preferred Source

સૂર્ય જ્યારે રવિમાગઁ ઉપર પોતાની ઉત્તર તરફની આકાશી યાત્રા દરમિયાન વધુને વધુ 23.5 અંશ ખસીને ઊગ્યા બાદ સૂર્ય પાછો દક્ષિણ તરફ ખસવા માંડે છે. અને કર્ક રાશિ પ્રવેશ વખતે જે બિંદુ ને છેદે છે, એ દિવસ તેમજ તેને દક્ષિણાયન કહેવામાં આવ છે અને તે સ્થાનને કર્કારંભ કહેવામાં આવે છે. તે વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન હોય છે.

હવે પછી 22 જુન બાદ સૂર્ય દક્ષિણ તરફ ખસતો જતાં આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં ક્રમશઃ દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. 21 જૂનના દિવસે ઉત્તર ધ્રુવ ઉપર 6 મહિના સુધી દિવસ દરમિયાન સૂર્ય વધુમાં વધુ ઊંચાઈ 23.5 અંશ ઉપર જોવા મળશે અને દક્ષિણ ધ્રુવ ઉપર 6 મહિનાની રાત્રિનો મધ્ય દિવસ હશે.

આગામી 23 સપ્ટેમ્બર શરદસંપાત અને 21 માર્ચ વસંતસંપાતના દિવસ દરમ્યાન દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news