ભુજ: ભાજપના ઉમેદવાર નીમાબેને ગામડાઓમાં કર્યો પ્રચાર, ઉમળાભેર સ્વાગત

નીમાબેને ગજોડથી પ્રચારનો આરંભ કર્યો હતો. 

ભુજ: ભાજપના ઉમેદવાર નીમાબેને ગામડાઓમાં કર્યો પ્રચાર, ઉમળાભેર સ્વાગત

ભુજ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. રાજકીય પક્ષોનો પ્રચાર વધતો જાય છે. ભુજની વિધાનસભા બેઠક માટે વિસ્તારના ભાજપના ઉમેદવાર ડો.નીમાબેન આચાર્યએ તાલુકાના વિવિધ ગામોમાં લોકસંપર્ક કર્યો હતો. નીમાબેને ગજોડથી પ્રચારનો આરંભ કર્યો હતો. અહીં ગામની બાલિકાઓએ કુમ કુમના તિલકથી અને ગુલદસ્તાથી તેમનું સ્વાગત પણ કર્યુ હતું. ગજોડના રાજપૂત, ક્ષત્રિય સમાજ દ્વારા તેમનું પાઘડી પહેરાવીને સન્માન પણ થયું હતું.

નીમાબેને ત્યારબાદ ચુનડી, દહીંસરા, સરલીસ ગોડપર, મેઘપર અને નારાયણપર રાવરી, નારાણપર પસાયતી વગેરે ગામડાઓની પણ  મુલાકાત લીધી હતી. નીમાબેને ભૂગર્ભ ગટરલાઈન અને અન્ય વિકાસના કામોને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે ખેડૂતોને પણ બાંહેધરી આપી હતી. 

ભુજમાં 27મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા છે. નીમાબેને બધાને સભામાં હાજરી આપવાની વિનંતી પણ કરી હતી. ગુજરાતમાં જાતિવાદને નહીં પરંતુ વિકાસવાદને જનતા પસંદ કરે  તે અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પર્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ પિડોરિયા, ભીમજીભાઈ જોધાણી, મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા સહિત અનેક લોકો હાજર રહ્યાં હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news