ગુજરાતને કલંકિત કરતી ઘટના, દિલ્હીની નિર્ભયાની જેમ ચાલુ બસમાં રાજકોટની સગીરા પીંખાઈ

Minor Girl Rape In Runnin Bus : દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના ગુજરાતમાં! સુરતથી રાજકોટ આવતી તરુણી ચાલુ બસમાં પીંખાઈ ગઈ

ગુજરાતને કલંકિત કરતી ઘટના, દિલ્હીની નિર્ભયાની જેમ ચાલુ બસમાં રાજકોટની સગીરા પીંખાઈ

Nirbhayakand In Gujarat : ગુજરાતને કલંકિત કરતી ઘટના બની છે. ગુજરાતમાં દુષ્કર્મીઓની હિંમત વધી રહી છે. ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં નિર્ભયાકાંડ સર્જાયો છે. રાજકોટની સગીરા પર સુરતમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના બની છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મ આચરાયું હતું. તરુણી સુરતથી રાજકોટ આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ગીર સોમનાથના વિજય બારડ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાએ જણાવ્યું. ત્યારે રાજકોટમાં ફરીયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source

સુરત મહિધપુરા પોલીસ મથક ફરિયાદ મોકલવામાં આવી છે. સગીરા રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. આરોપી પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી, વિજય પણ તેની પાછળ પાછળ ગયો હતો. સુરતથી રાજકોટ આવતા દરમિયાન આ ઘટના બની. આરોપીએ તરુણીને બ્લેકમેલ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news