Live : બજેટ સત્રમાં કોંગ્રેસે પૂછ્યું, પાક વીમાનો સરવે સરકારે કર્યો કે ખાનગી કંપનીએ...?

ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે બજેટમાં શિક્ષણ, રોજગારી, કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાની જાહેરાતો થઈ શકે તેવી શક્યતા છે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તે વિશેનો સંકેત આપતા સીએમ રૂપાણી (Vijay Rupani) એ કહ્યું કે, દેશને રાહ ચીંધનારું હશે આપણા ગુજરાતનું બજેટ...

Live : બજેટ સત્રમાં કોંગ્રેસે પૂછ્યું, પાક વીમાનો સરવે સરકારે કર્યો કે ખાનગી કંપનીએ...?

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે બજેટમાં શિક્ષણ, રોજગારી, કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાની જાહેરાતો થઈ શકે તેવી શક્યતા છે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તે વિશેનો સંકેત આપતા સીએમ રૂપાણી (Vijay Rupani) એ કહ્યું કે, દેશને રાહ ચીંધનારું હશે આપણા ગુજરાતનું બજેટ...

પાક વીમાનો પ્રશ્ન કોંગ્રેસે ઉઠાવ્યો
પાક વીમા યોજના અંગે કોડીનારના ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં સરકારે કહ્યું કે, પાક વીમા યોજનાના ખરીફ 2019ના દાવા ચૂકવવાના બાકી છે. ગીર સોમનાથ જિલ્લાના 5006 ખેડૂતોના દાવા ચૂકવવાના બાકી છે. કોડીનારના ધારાસભ્યના પ્રશ્નમાં સરકારે આ લેખિતમાં જવાબ આપ્યો છે. મંજુર થયેલ દાવા સત્વરે ચૂકવવા સરકાર તરફથી સુચના આપી દેવાઈ છે. તો સાથે જ સરકારે જણાવ્યું કે, વાવેતર વિસ્તારના અંદાજો માટે સરકારે ખાનગી કંપનીને સરવે માટે 10 કરોડ 65 લાખ 676 રૂપિયા ચૂકવ્યા છે. સેટલાઈટ ઇમેજ અને ડ્રોન ફોટોગ્રાફીથી સરકારે સર્વે કરાવ્યો છે. એનમેક્ષ ઇન્ફો ટેક દ્વારા 10.65 લાખ રૂપિયા ચૂકવાયા છે. 

પાક વીમાનો સરવે સરકારે કર્યો કે ખાનગી કંપનીએ તેમજ પાક વીમાનું વળતર ક્યારે ચૂકવાશે તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા કરાયો હતો. રાજ્ય સરકારના કૃષિ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, ભૂતકાળની સરકારે જે કામ કર્યું છે તેના કરતા સરકાર સારી રીતે ખેડૂતોના આસું લૂંછી રહી છે. આ જવાબ બાદ ચડસાચડસી થઈ હતી. તો ખેડૂતોના મુદ્દે બંને પક્ષો વચ્ચે હોબાળો થયો હતો. આ મામલે કોંગ્રેસના સદસ્યોએ પ્લેકાર્ડ બતાવ્યું હતું, જેના બાદ નીતિન પટેલે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ આવુ વલણ રાખશે તો બાદમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. 

બજેટ સત્રમાં પૂછાયો તીડનો સવાલ
આજે શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા સવાલ પૂછાયો હતો કે, તીડથી ખેડૂતોને કેટલુ નુકસાન થયું છે. સરકારે જવાબમાં કહ્યું કે, તીડ આક્રમણના કારણે બનાસકાંઠાના 566 ખેડૂતોને નુકસાન થયું છે. 836 હેકટરમાં 33 ટકા અને તેથી વધુનું નુકશાન થયું છે. હાલ પણ આ અંગે વળતર ચૂકવવાની કામગીરી ચાલુ હોવાનો સરકારે જવાબ આપ્યો છે. 

માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ
રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત છે તેવુ બજેટ સત્રની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. કોંગ્રેસના સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, વર્ષ 2017-18 માં રૂ. 2317 કરોડની આવક સામે રૂ. 866 કરોડની ખોટ છે. વર્ષ 2018-19 માં રૂ. 2540 કરોડની આવક સામે રૂ. 1017 કરોડની ખોટ હતી. તો વર્ષ 2019-20 માં રૂ. 2249 કરોડની આવક સામે રૂ. 748 કરોડની ખોટ હતી. 

છોટાઉદેપુરમાં 1152 ખેડૂતોને હજી નથી ચૂકવાયો પાક વીમો
છોટાઉદેપુરના 2461 ખેડૂતોને હજુ પાક નુકશાની વળતર નહિ ચૂકવાયુ હોવાનો ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પ્રશ્નોત્તરીમાં મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું કે, ખેડૂતોને વળતર આપવા મોટું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોએ અરજી કરી છે, આજની તારીખમાં છોટાઉદેપુરમાં 1309 ખેડૂતોને ચૂકવણી થઈ ગઈ છે. છોટાઉદેપુરના 1152 ખેડૂતો બાકી છે. એ અરજીમાં ડુપ્લીકેશનના કારણે બાકી બોલે છે. કોઈ ખેડૂત વળતર ચૂકવવાની બાકી નથી. ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષે પાક વીમો ખેડૂતોને અપાવો તેવી ટકોર કરી હતી. કૃષિ મંત્રી જ્યારે ગૃહમાં બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષના સભ્યોએ ટકોર કરી હતી.

બજેટ પહેલા નીતિન પટેલનું નિવેદન...
આજે આ મારું આઠમું બજેટ છે, અમારા પક્ષ અને સાથીઓના સહયોગથી, સમગ્ર નાણા વિભાગના સચિવ અને અધિકારીઓના સહયોગથી આ આઠમું બજેટ અમે તૈયાર કર્યું છે. મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આખુ બજેટ સમય આપીને, મહેનત કરીને, તમામ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને અને જેટલુ શક્ય હોય તેટલુ ગુજરાતને ફાયદો થાય તેવું આયોજન થાય તેવો પ્રયાસ કર્યો છે. બજેટમાં દરેક વર્ગ જુદીજુદી માંગણી કરે છે. પરંતુ જીએસટી બાદ રાજ્યમાં કોઈ ચીજ પર નવા કરવેરા નાંખવા, ઓછા કરવા કે માફ કરવા એ સત્તાઓ રાજ્ય સરકાર પાસે નથી. જીએસટીના મર્યાદામાં દરેકે પોતાના રાજ્યનું બજેટ રજૂ કરવાનું હોય છે. આખા દેશમાં જીએસટી કાઉન્સિલને જ કર વધારવા-ઘટાડવાનો અધિકાર છે. આપણી આવક, શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં, નવી પેઢીને ધ્યાનમાં રાખીને, રાજ્યની આવકને ક્યાં ફાળવવી તેનો નિર્ણય કરીએ છીએ. નવી યોજનાઓ સાથે હું આજે બજેટ રજૂ કરીશ. અત્યાર સુધીના અમારા તમામ બજેટ ગુજરાતને ઉપયોગી થયા છે. તેમાં મારા આજે વધારાનો પ્રયાસ રહેશે. 

અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું....
ભાજપના વિતેલા વર્ષો માત્ર ભાષણનો ભંડોર રહ્યો છે. સમસ્યાઓ સતત વધી છે. ગત વર્ષે આકંડા 48થી વધુ સ્ટેટમાં જીએસટીનો હિસ્સો ઘટ્યો છે. કૂવામાં હોય તો હવેડો કેમ ભરાશે તે જનતા પૂછતી થઈ છે. ભાજપની સત્તાએ મોંઘવારી અને ગરીબી આપી છે. બજેટ સેશનમાં અમારા તમામ ધારાસભ્ય પોતાના મત વિસ્તારનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દરેક સમસ્યાનો અવાજ બનશે. સમસ્યાઓથી દૂર ભાગતી ભાજપની સરકાર ચર્ચા કરવાથી ડરી રહી છે. કોંગ્રેસ સક્ષમ રીતે લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસે હંમેશા સમસ્યાઓને સાંભળી છે. કોંગ્રેસ ટીમ તરીકે કામ કરે છે, ટોળાને મહત્વ આપતુ નથી. વિધાનસભામાં પણ મજબૂતાઈથી સરકારની નિષ્ફળતાને રજૂ કરીશું. 

વિધાનસભા સત્રના પ્રારંભ પહેલા પોલીસ સતર્ક
ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રનો પ્રારંભ થતાં જ પહેલા પોલીસ સતર્ક બની છે. ગાંધીનગરની ઉપવાસ છાવણી પર બેસેલા LRD અનામતના આંદોલનકારીઓની અયકાયત કરાઈ છે. પોલીસે કરી 40થી વધુ અંદોલનકારીઓની અટકાયત કરાઈ છે. માલધારી આદિવાસી અંદોલનકારીઓનો મંડપ છોડવાની કાર્યવાહી કરાઈ છે. જો, સમજાવટ બાદ નિરાકરણ નહીં આવે તો વધુ અટકાયત થશે. ઉપવાસ છાવણીમાં કોઈ અંદોલનકારીને મંજૂરી વગર બેસવા નહિ દેવાય.

અમિત ચાવડાનુ નિવેદન 
વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની જનતા અપેક્ષા રાખે છે કે ઉત્સવો અને મહોત્સવો પાછળ વપરાચા ખર્ચા ઓછા કરો. એ રૂપિયા ગુજરાતના વધતા દેવા સામે ઉપયોગ કરો. મોંઘા શિક્ષણથી લોકો પરેશાન થયા છે. શિક્ષણ બાદ પણ લોકો બેરોજગાર પણ બન્યા છે. જીએસટી અને વેરા નાબૂદીની ગુજરાતની પ્રજાને અપેક્ષા છે. વર્ષ 2012માં પાકા મકાનનું વચન આપ્યું હતું, હજુ પણ રાજ્યમાં ઝુંપડા છે. તે લોકોને મકાન મળે એવી અપેક્ષાઓ છે. રાજ્યનો તમામ વર્ગ આ સરકારથી નારાજ છે. ખેડૂતોને વીજળી ખાતર પાકવિમો અને પોષણક્ષમ ભાવ મળતા નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ મુખ્ય મુદ્દો રહેશે. ભાજપ સત્તાના જોરે લોકોનો અવાજ દબાવાનો પ્રયાસ કરે છે. મોદીના આવ્યા બાદ લોકશાહી અને પાર્લામેનરીના નિયમોને બાજુએ મુકી શાસનની શરૂઆત કરી છે. કોંગ્રેસ નિયમોમાં રહી ફ્લોર પર ટકી પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. આ વખતે અ સંતોષ ભાજાપામાં જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખયમંત્રી વચ્ચે ખુરશીની લડાઈ ચાલે છે. જે લોકો પક્ષ પલટો કરીને ગયા છે તેઓને પ્રજાએ ઘેર બેસાડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news