કોંગ્રેસ પર ગરજ્યા નીતિન કાકા, દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે, આલિયા-માલિયા-જમાલિયાનું નામ નહીં ચાલે

Nitin Patel Allegation On Congress : કોંગ્રેસના અધિવેશન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યા પ્રહાર... કહ્યું, કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યા સરદાર... દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે... કડીમાં આયોજિત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર... 

કોંગ્રેસ પર ગરજ્યા નીતિન કાકા, દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે, આલિયા-માલિયા-જમાલિયાનું નામ નહીં ચાલે

Gujarat Politics મહેસાણા : ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આવામાં ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસને મોટી સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધિવેશન વિશે સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યા સરદાર... દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે.
 
મહેસાણાના કડી ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલ કોંગ્રેસ પર ગરજ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા છે. કોંગ્રેસને ભગવાને બુદ્ધિ આપી અને કોંગ્રેસ ભેગી કરવા યાદ આવ્યું. ગાંધીજી, ઇન્દિરા, રાજીવના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે. દેશમાં ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે.

 

Add Zee News as a Preferred Source

— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2025

 

તેમણે આગળ કહ્યું કે, આલિયા,માલિયા, જમાલિયાનું નામ નહીં ચાલે. જવાહરલાલ નહેરુ હોય, ઈન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહેરુ પરિવારનું નામ નહીં ચાલે. સરદાર વલ્લભભાઈનું નામ તણખલા જેવું સાબિત થઈ ચૂક્યું છે. પણ એમનું કાંઈ ચાલવાનું નથી, કોંગ્રેસ દેશમાં ખરાબ થઈ ગયા છે. દેશ વિરોધીઓને મદદ કરવી, આંતકવાદીઓને મદદ કરવી. વકફના કાયદાનો અભ્યાસ કરવો જરૂરી છે. વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી, આપણા દેશમાં હતો. મુસલમાન કહે 100 વર્ષ પહેલાં મારા દાદાએ આ ખેતરમાં નમાઝ પઢી હતી. આ ખેતર વકફ બોર્ડને દાન આપી દઉં, વકફ બોર્ડ તેનો કબજો કરી લે. આવું દાયકાઓ સુધી ચાલ્યું હતું. આપણી સરકારે મુસ્લિમને અન્યાય ના થાય એવો વકફનો નવો કાયદો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news