Video : મિસિંગ નિત્યનંદિતાએ માતાના આડા સંબંધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) વિવાદ મામલામાં દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા (Nitya Nandita) એ વીડિયો કોલ દ્વારા પોલીસ તથા મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, પરંતુ તેણે પ્રત્યક્ષ રૂપે સામે આવવાની ના પાડી હતી. તેમજ પોતે ક્યાં છે તે જણાવવાની પણ સ્પષ્ટ ના પાડી હતી. તેણે વીડિયો કોલમાં મીડિયા (Media) ની સામે કહ્યું કે, તેના માતાપિતા જુઠ્ઠુ બોલે છે. એટલું જ નહિ, તેણે પોતાના માતાના આડા સંધંબો વિશે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.
Video : મિસિંગ નિત્યનંદિતાએ માતાના આડા સંબંધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) વિવાદ મામલામાં દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા (Nitya Nandita) એ વીડિયો કોલ દ્વારા પોલીસ તથા મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, પરંતુ તેણે પ્રત્યક્ષ રૂપે સામે આવવાની ના પાડી હતી. તેમજ પોતે ક્યાં છે તે જણાવવાની પણ સ્પષ્ટ ના પાડી હતી. તેણે વીડિયો કોલમાં મીડિયા (Media) ની સામે કહ્યું કે, તેના માતાપિતા જુઠ્ઠુ બોલે છે. એટલું જ નહિ, તેણે પોતાના માતાના આડા સંધંબો વિશે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

જગદીશે મને સેક્સ્યુઅલી હેરેસ કર્યું હતું
વીડિયો કોન્ફરન્સમાં નિત્ય નંદિતાએ કહ્યું કે, હું માતાપિતાથી ભાગતી નથી ફરતી. મારા પિતાએ નાણાંકીય છેતરપિંડી કરી છે. હું મારા માતાપિતાથી ડરી ગઈ છું એટલે ભાગી ગઈ છું. મારી માતાનું જગદીશ નામના શખ્સ સાથે અફેર છે. જગદીશ નામના આ શખ્સે મને પણ શારીરિક રીતે પીડા આપી હતી. આ વાત મેં મારા માતાપિતાને પણ કહી હતી. જગદીશ મારી માતા સાથે લાંબા સમય રહ્યો હતો હતો, અને તે મારા પિતાને ખબર હતી. આજે પણ આ તે મારા પરિવાર સાથે રહે છે. મારી જે કઈ પરિસ્થિતિ થઈ તે મારા માતા પિતાના કારણે થઈ છે એ હું જાણું છું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 18, 2019

હું પોલીસની કામગીરીમાં સહાય આપીશ - નિત્યનંદિતા
મીડિયા સાથેના વીડિયો કોલમાં નિત્ય નંદિતાએ જણાવ્યું કે, હું ખુશ છું મારી જોડે કાંઈ ખોટું નથી થઈ રહ્યું, મારુ અપહરણ નથી થયું. મારા માતા પિતા ખોટું કહી રહ્યાં છે. આ બધું હું મુસાફરી કરી રહી છું. મેં પેહલા 1 નવેમ્બરે નિવેદન આપી ખુલાસો કર્યો છે. હું ક્યાં છે તે હું કહેવા નથી માંગતી. હું આશ્રમના કામથી બહાર છું. હું તમામ કાયદાકીય અને પોલીસની કામગીરીમાં સહયોગ આપીશ. હું ક્યાં છું તે હું કોઈને કહેવા માંગતી નથી. મારા પિતાએ નાણાંની ઉચાપત કરી હતી તે મારી મોટી બહેનને ખબર છે. તે બધું ખબર પડી તેથી મારે તેમની સાથે જવું નથી. જ્યારે પણ મને સલામતી હોવાનો અનુભવ થશે ત્યારે હું સામે આવીને નિવેદન આપીશ. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news