ગુજરાત સરકારની HC માં ઉત્તરાયણની માર્ગદર્શિકા, ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર

ઉત્તરાયણની ઉજવણીને અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ઘરના ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈ હાજર નહિ રહી શકે. ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 11થી 14 દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો કડકાઈથી અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 

ગુજરાત સરકારની HC માં ઉત્તરાયણની માર્ગદર્શિકા, ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર

ઝી મીડિયા/બ્યૂરો :ઉત્તરાયણની ઉજવણીને અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ઘરના ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈ હાજર નહિ રહી શકે. ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 11થી 14 દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો કડકાઈથી અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 

ગુજરાત હાઈકોર્ટમાં ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ દોરાના વેચાણ પર પ્રતિબંધની માંગણી સાથે અરજી કરવામાં આવી છે. ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોસિયેશ દ્વારા હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. આ કેસની આજે સુનવણી હાથ ધરાઈ હતી. ત્યારે સરકારે આ મામલે આજે જવાબ રજૂ કર્યો છે. આ માર્ગદર્શિકા મુજબ, ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
 

ધાબા પર બહારથી આવનારા કોઈ જ આવી નહિ શકે. ટંકશાળ બજાર, રાયપુર નરોડા જેવા વિસ્તારો, જ્યાં ઉત્તરાયણમાં ભીડ ભેગી થતી હોય છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તો સાથે જ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો ધાબા પર નહિ જાય તે અંગે પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ આ અંગે સુનવણી ચાલુ છે. સરકારની માર્ગદર્શિકામાં રાત્રિ કરફ્યૂ, ડ્રોન અંગે ઉલ્લેખ કરાયો છે.  

ઉલ્લેખનીય છે કે, પતંગ બજાર થકી અનેક લોકોનુ ગુજરાન ચાલે છે. ઉત્તરાયણનું બજાર 600 કરોડ જેટલું છે. ત્યારે કોરોનાને કારણે પતંગ બજાર પર મોટી અસર પડી છે. પરંતુ જો તહેવાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અનેક લોકોની રોજી છીનવાઈ શકે છે. હાલ સરકારે માત્ર માર્ગદર્શિકા રજૂ કરી છે, જોકે આ કોઈ નિર્ણય નથી. આવા કોઈ નિર્ણયની હજી જાહેરાત કરાઈ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news