તો હવે ચોમાસામાં અમદાવાદમાં કોઈ જગ્યાએ નહીં ભરાઈ પાણી? કરોડો રૂપિયાના ખર્ચે AMCએ બનાવ્યો પ્લાન

વરસાદ પડે એટલે અમદાવાદમાં અનેક જગ્યાઓ અને અન્ડરપાસ છે જ્યાં પાણી ભરાતા હોય છે. એએમસી દ્વારા દર વર્ષે પ્રી-મોનસૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર રહે છે. 
 

 તો હવે ચોમાસામાં અમદાવાદમાં કોઈ જગ્યાએ નહીં ભરાઈ પાણી? કરોડો રૂપિયાના ખર્ચે AMCએ બનાવ્યો પ્લાન

અમદાવાદઃ અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોનસૂન કામગીરી કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ માત્ર થોડો વરસાદ પડે તો શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા હોય છે. શહેરમાં એવા કેટલાક અન્ડરપાસ આવેલા છે જ્યાં વરસાદ બંધ થયા પછી કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે. હવે લોકોને ચોમાસામાં પાણીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એએમસીએ આયોજન કર્યું છે.

અન્ડરપાસમાંથી પાણી ઉલેચવાનું આયોજન
અમદાવાદમાં સ્ટેડિયમ, ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, મણીનગર દક્ષિણી, પરિમલ, કુબેરનગર, જીએસટી અને મીઠાખળી અન્ડરપાસમાં ચોમાસામાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા રહે છે. અહીં વરસાદ બંધ થાય તો પણ કલાકો સુધી પાણી ઉતરતા નથી. તેવામાં લોકો અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આ 10 અન્ડરપાસમાં પાણી ઉલેચવા માટે એએમસી લાખો રૂપિયાનો ખર્ચ કરશે. 

આ અન્ડર પાસમાં પાણી ન ભરાઈ તે માટે એએમસી દ્વારા 75 લાખ રૂપિયાનો ખર્ચ કરીને પંપ ખરીદવામાં આવશે. એએમસીમાં વોટર સપ્લાય એન્ડ સુઅરેજ સમિતિના ચેરમેન દિપીલ બગરીયાએ આ માહિતી આપી છે. આ સિવાય એએમસી દ્વારા જે વિસ્તારમાં વધુ પાણી ભરાય છે ત્યાં સ્ટોર્મ વોટર લાઇન સહિતની કામગીરી કરવામાં આવશે. આ માટે 3800 કરોડ રૂપિયાના ખર્ચે 38 મોટા વોટર લોગીંગ સ્પોટ પર કામગીરી કરવામાં આવી રહી છે.

વાત કરવામાં આવે તો અમદાવાદમાં બોપલ, ઘુમા, ઓઢવ, મધુમાલતી આવાસ, વેજલપુર ચોકી, માણેકબાગ સહિત ઘણા એવા સ્થળો છે જ્યાં 8-10 કલાક સુધી પાણી ભરાયેલા છે. આ સિવાય શહેરમાં 140થી વધુ સ્થળો એવા છે જ્યાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. પરંતુ એએમસીએ કેટલું કામ કર્યું અને પાણી ભરાવાને કારણે લોકોને રાહત મળશે કે મુશ્કેલી યથાવત રહેશે, તે તો ચોમાસામાં વરસાદ પડ્યા બાદ ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news