ગુજરાતી ન્યૂઝGujaratપ્લેન ક્રેશમાં એક ચમત્કાર આ પણ હતો! ચાલુ લંચમાં કપડા પર ડાઘ પડ્યો અને આ વિદ્યાર્થીનો જીવ બચી ગયો

પ્લેન ક્રેશમાં એક ચમત્કાર આ પણ હતો! ચાલુ લંચમાં કપડા પર ડાઘ પડ્યો અને આ વિદ્યાર્થીનો જીવ બચી ગયો

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક એવા ચમત્કાર જોવા મળ્યાં છે, જેઓ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગયા, તેમાં એક છે નોર્થ ઈસ્ટનો તબીબ વિદ્યાર્થી 
 

પ્લેન ક્રેશમાં એક ચમત્કાર આ પણ હતો! ચાલુ લંચમાં કપડા પર ડાઘ પડ્યો અને આ વિદ્યાર્થીનો જીવ બચી ગયો

Air India Plane Crash : બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓને મેસ બિલ્ડિંગમાં બપોરના ભોજન માટે ભેગા થયા, ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે આ તેમનું છેલ્લું ભોજન હશે. આ વચ્ચે એક એવો તબીબનો ચમત્કારિક બચાવ થયો છે, જે જમતો હતો અને બચી ગયો.

DNA મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપી દેવાયો છે. 1200 બેડ હોસ્પિટલના ગેટ પરથી મૃતકને લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી ગઈ છે. 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રખાઈ છે. મેસમાં ફસાયેલા પ્લેનના ટેઈલ એન્ડને અતિ વિશાળ ક્રેનની મદદથી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે.

Add Zee News as a Preferred Source

પ્લેન ક્રેશ અકસ્માતમાં સિવિલમાં ફરજ બજાવતા નોર્થ ઇસ્ટના એક તબીબનો ચમત્કારિક બચાવ થયો છે. અરુણાચલ પ્રદેશના ટેડી બરા નામના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે. પ્લેન ક્રેશની ગણતરીની મિનિટ પહેલા ટેડી બરા ક્વાર્ટરમાં ઉપસ્થિત હતો. તે એ જ મેસમાં હાજર હતો, જે મેસમાં ઘટના બની હતી. લંચ સમયે કપડાં પર ડાઘ પડતા નાહવા જવાનો વિચાર કર્યો હતો. આ દરમ્યાન હોસ્પિટલમાંથી કામ અર્થે ફોન આવતા તેઓ કપડાં બદલી ત્યાં જવા રવાના થયા હતા. બસ, આ ફોન બાદ તે 1200 બેડ હોસ્પિટલ પહોંચતા જ તબીબ આવાસ પર પ્લેન ક્રેશનો બનાવ બન્યો હતો. આમ, ટેડી બરા પોતાને લકી માની રહ્યાં છે, કે તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

અમદાવાદ વિમાન દુર્ઘટના પર મોટા સમાચાર 
અમદાવાદ સિવિલના તબીબે આપી માહિતી આપી કે, DNA ટેસ્ટના પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. DNA મેચ થયા તેમના સંબંધીઓને જાણકારી અપાઈ રહી છે. જેમ અમારે પાસે મેચિંગના પરિણામ આવતા જશે તેમ અમે સગાઓને જાણ કરતા રહેશું. હોસ્પિટલના જાણ બાદ જ પરિવારને અહીં આવવાનું રહેશે.

પ્લેન ક્રેશ બાદ મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. આજે પ્લેનની ટેલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્લેન દુર્ઘટનાના બે દિવસ બાદ આજે મળેલો મૃતદેહ એરલાઈનની ફ્લાઇટ હોસ્ટેસનો હોવાનું સામે આવ્યું છે. મૃતક એર હોસ્ટેસ મિઝોરમની વતની હતી. ગત રાતે મૃતકના પરિજનો સિવિલ હોસ્પિટલ ખાતે dna સેમ્પલ આપવા પહોંચ્યા હતા. Bj મેડિકલ કોલેજ ખાતે આવેલા મૃતક યુવતીના પરિજનોએ પ્રાર્થના પણ કરી હતી.  

માનવ અંગો આજે પણ મળ્યા
પ્લેન ક્રેશ બાદ મૃતદેહના અંગો મળવાનો સિલસિલો યથાવત છે. સવારે મળેલા એર હોસ્ટેસના મૃતદેહ બાદ બધું કેટલાક માનવ અંગ મળ્યા છે તેવું જાણવા મળ્યું છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા બે તબક્કામાં માનવ અંગો સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હવે dna ટેસ્ટ બાદ જ અંગોની ઓળખ થઇ શકશે.

મૃતદેહો પહોંચાડવા એમ્બ્યુલન્સ બોલાવાઈ
પરિવારજનો પોતાના સ્વજનોના મૃતદેહો સમયસર ઘરે લઇ જઈ શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પીડિત પરિવારોના ઘર સુધી એમ્બ્યુલેન્સ પહોંચાડવામાં આવશએે. આ માટે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યોએ પોતાના વિસ્તારના કલેકટર સાથે વાત કરી એમ્બયુલેન્સ સિવિલ મોકલાવી છે. સાણંદ, નડિયાદ, જૂનાગઢ જેવા મોટાભાગના જિલ્લાઓથી એમ્બયુલેન્સ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news