UPSC Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે. આ પરીક્ષામાં ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ઝળક્યા છે.

UPSC Toppers 2025 : UPSC 2024નું પરિણામ જાહેર થયું છે. UPSC ના પરિણામોમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે. યુપીએસસી ટોપ-30 માં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. જેમાં પહેલીવાર ટોપ 30 માં ગુજરાતની ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે. પરિણામ આવ્યા બાદ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. SPIPA માં સફળ વિદ્યાર્થીઓએ ઢોલ નગારાના તાલે ઉજવણી કરી.
આ પરીક્ષામાં ઉત્તર ગુજરાતના 6 ઉમેદવારોએ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થઈ દેશભરમાં ડંકો વગાડયો છે. બનાસકાંઠાના અંબાજીના માર્બલના વેપારીના પુત્ર અંકિત રાજપૂતે 427મો રેન્ક, પાલનપુરના ભુતેડીના બ્રિજેશ બારોટે 507મો રેન્ક મેળવ્યો છે. થરાદની દીકરીએ પાંચમા એટેમ્પમાં 660મો રેન્ક મેળવ્યો છે.
પાટણના કુણઘેરના અંકિતે 607 રેન્ક, સાંતલપુરના સરહદી હમીપુરાના વિપુલ 348મો રેન્ક મેળવી અઘરી ગણાતી યુપીએસસીની અધિરથના ઓિલયામાં ૩ પરીક્ષા પાસ કરી છે. અરવલ્લીના મોડાસાના વરઘુના સ્મિતે ઓલ ઇન્ડિયામાં 30મો, રાજ્યમાં ત્રીજા ક્રમાકે પરીક્ષા પાસ કરી છે. સફળતા મેળવનારા આ ઉમેદવારો પાસે તેમની વાત સાંભળી તેમની મહેનત અને સંઘર્ષની વાત જાણી હતી.
UPSC સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. UPSC પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે જે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ વખતે શક્તિ દુબેએ પરીક્ષામાં ટોપ કર્યું છે જ્યારે છોકરીઓમાં હર્ષિતા ગોયલે પ્રથમ સ્થાન મેળવ્યું છે જેણે ઓવરઓલ સેકન્ડ રેન્ક મેળવ્યો છે.
UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા પછી, સફળ ઉમેદવારોને તેમની પસંદગી, ક્રમ અને ઉપલબ્ધતાના આધારે વિવિધ સેવાઓ અને કેડર આપવામાં આવશે. આ ફાળવણી ભારત સરકારની નીતિઓ અનુસાર થશે.