બોટાદમાં 100 મીટરની ત્રિજયામાં નહીં ભેગા થઈ શકે 4થી વધારે માણસો કારણ કે..

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયેનું મતદાન બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે યોજાનાર છે.

  • ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયેનું મતદાન બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે યોજાનાર છે
  • બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ સુજીત કુમારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે
  • મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે

Trending Photos

બોટાદમાં 100 મીટરની ત્રિજયામાં નહીં ભેગા થઈ શકે 4થી વધારે માણસો કારણ કે..

બોટાદ : બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ સુજીત કુમારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયેનું મતદાન બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે યોજાનાર છે. આ વાતને ધ્યાનમાં લઈ મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હવે મેજિસ્ટ્રેટના આદેશ પ્રમાણે બોટાદ જિલ્લાના મતદાન મથકોથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને લગ્નના વરઘોડાને, સ્મશાનયાત્રાને, વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયની હરોળને તેમજ પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીએ અને જિલ્લાના ચૂંટણી અધિકારી અગર મદદનીશ ચૂંટણી અધિકારી અગર સબંધિત તાલુકા મામલતદારએ અધિકૃત કરેલ વ્યક્તિઓને લાગુ પડતુ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news