હવે વડોદરામાંથી સામે આવ્યું રિઅલ્ટી અને ફાયનાન્સનું 100 કરોડોનું કૌભાંડ
રિકરીંગ અને ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરાવી 2 થી 3 વર્ષમાં બે કે ત્રણ ગણા વળતર આપવાની લાલચ આપી રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીના સંચાલકોએ શરૂઆતમાં નાના રોકાણકારોને નાણાં ચુકવ્યા બાદમાં ઓફિસે તાળુ મારી ફરાર થઈ જતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં કરોડો રૂપિયાની છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે.
તૃષાર પટેલ, વડોદરા: એચ વી એન રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા કંપનીએ વડોદરા સહિત રાજ્યના વિવિધ પાંચ જિલ્લાઓમાં ઓફિસ ખોલી હજારો રોકાણકારોના નાણાં રોકાવી 150 કરોડથી પણ વધુની છેતરપીડી કર્યાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કંપનીના ડાયરેકટર, જોઈન્ટ ડાયરેકટર, વાઈસ ચેરમેન, હોદ્દેદારો સહિત 12 જણાંની ટોળકીએ વડોદરા ઉપરાંત દાહોદ, ગોધરા, જસદણ અને મોડાસામાં ઓફિસો ખોલી હતી.
જેમાં લોકોને રિકરીંગ અને ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરાવી 2 થી 3 વર્ષમાં બે કે ત્રણ ગણા વળતર આપવાની લાલચ આપી રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીના સંચાલકોએ શરૂઆતમાં નાના રોકાણકારોને નાણાં ચુકવ્યા બાદમાં ઓફિસે તાળુ મારી ફરાર થઈ જતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં કરોડો રૂપિયાની છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે.
250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો
સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડીએ વિવિધ પાંચ ટીમો બનાવી વડોદરા, ગોધરા, દાહોદ, મોડાસા અને જસદણમાં કંપનીની ઓફિસોમાં દરોડા પાડયા હતા. દરોડા પાડી સીઆઈડીએ 20 સીપીયુ, લેપટોપ, મેચ્યુરીટી કાર્ડ, ચેક, રસીદો સહિત અલગ અલગ રજિસ્ટરો જપ્ત કર્યા હતા.
આ મામલે CID ક્રાઈમે તપાસ કરતાં હેડ ઓફિસના રિજનલ મેનેજર અશોક પાલની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય 2 આરોપી અજીત ખેતડિયા અને દક્ષા ખેતડિયા ફરાર છે. વડોદરામાં HVN ફાયનાન્સની હેડ ઓફિસ રાખીને 100 કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા સહિત દાહોદ, ગોધરા અને જસદણના લોકો લૂંટાયા છે.