ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. ત્યાં હવે નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા...


બાતમીના આધારે રેડ
સુરતમાં હલકી ગુણવત્તાનો બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે. તેમજ બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો. 


સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે?


પોલીસે રૂપિયા 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટ નો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે. જેમાં બજારમાં નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવવાનો ખેલ શહેરમાં ચાલી રહ્યાં છે. જેથી કોના પણ અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે.


રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં યુક્રેને કર્યો 9/11 જેવો ઘાતક હુમલો


ખટોદરા પોલીસ દ્વારા બ્રાન્ડેડ સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક એકટ 1999 ની કલમ 103 મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો. 


મુશ્કેલીમાં મૂકાયો આ ખેલાડી, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?


નોંધનીય છે કે, રાજેશ ચતુર પટેલના ગોડાઉન પરથી પોલીસે નામાંકિત કંપનીના નામે રહેલી 410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો પ્રાપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.