એમએસ યુનિ.માં ચકલુ પણ ફરક્યુ તો ઓફિસમાં ખબર પડી જશે, ચારેતરફ લગાવાયા હાઈટેક કેમેરા
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં કેમ્પસ અને તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઈન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500 થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. ત્યારે હવે વડોદરાની એમએસયુ હાઈટેક બની છે તેવુ કહી શકાય.
જયંતિ સોલંકી/વડોદરા :વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં કેમ્પસ અને તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઈન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500 થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. ત્યારે હવે વડોદરાની એમએસયુ હાઈટેક બની છે તેવુ કહી શકાય.
એમ.એસ.યુનિવર્સિટી વડોદરા પોલીસ કરતાં પણ વધુ હાઇટેક કેમેરાથી સજ્જ સંસ્થા બની છે. આ કેમેરાના ડેટા સ્થાનિક કનેક્શનની સાથે મેઇન સર્વરમાં પણ ડેટા સ્ટોર થશે. જો કે તબક્કાવાર હજુ કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ આપણે એનું ચોક્ક્સ વિઝન મેળવી શકાશે. તમામ કેમેરાના કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલા છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય. જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
આ પણ વાંચો : Shocking!! અસ્થિર મગજની મહિલાને ટોયલેટમાં પ્રસૂતિની પીડા ઉપડી, અને બાળકી કમોડમાં ફસાઈ
મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા કેમેરા લાગવાથી સુરક્ષામાં વધારો થયો છે. નાઇટ વિઝન હોવાના કારણે રાત્રિના દરમિયાન પણ વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવતા અસામાજિક તત્વો પર નજર રાખી શકાય છે. કેમેરામાં ફેસ રેકગ્નિશનની સુવિધા છે, જેથી msu માં બનતા બનાવમાં બહારના તત્ત્વોની ઓળખ કરી શકાય છે. msu સત્તાધિશો દ્વારા નવો લેવામાં આવેલ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે.
એમએસયુના પીઆરઓ લકુલેશ ત્રિવેદી કહે છે કે, નવા cctv કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ આપણે એનું ચોક્ક્સ વિઝન મેળવી શકીશું. એનો કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલો છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય, જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
આ પણ વાંચો :
ગુજરાતના ખેડૂતે એવી ખેતી કરી જેમાં કમાણી માટે 20 વર્ષ પાછળ વળીને જોવુ નહિ પડે
સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં AAP એ પાડ્યું મોટું ગાબડું, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આપમાં જોડાયા