હવે ઘરે બેઠા સોમનાથ દાદાને ચડાવી શકાશે બિલ્વપત્ર, ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરાઈ `બિલ્વ પૂજા સેવા`
રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.
જૂનાગઢ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજા સેવા લોન્ચ કરાઈ છે. જેના થકી હવે લોકો ઘરે બેઠા જ સોમનાથના મહાદેવને બીલીપત્ર ચડાવી શકશે. જે માટે 21 રૂપિયા જેવી નજીવી રકમ ચુંકવીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે. એટલું જ નહીં નોંધણી કરાવનાર ભક્તોને પ્રસાદ રૂપે બીલીપત્ર તેમના ઘરે પણ મોકલવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી. "બિલ્વપુજા સેવા" જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.
આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે. અત્રે નોંધનીય છે કે મંદિરના ચેરમેન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.