રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

અમદાવાદ: ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ બંદર પર 9 નંબરનું ભયજનક સિગ્નલ મુકવામાં આવ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે.

ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાને લઈ રાજ્યના તમામ બંદર પર ભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 9 નંબરનું સિગ્નલ એટલે 90થી 120 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમરેલીના જાફરાબાદ, દીવ, દ્વારકા, વેરાવળ અને પોરબંદરમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભાવનગરના ઘોઘા બંદર પર બે નમ્બરનું સિગ્નલ ઉતારી 9 નમ્બરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર હાઇએલર્ટ અપવામાં આવ્યું છે. ફિશરીઝ વિભાગે 9 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

મોરબીના નવલખી પોર્ટમાં 9 નમ્બરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. હજુ બંદરો ઉપર ખતરો વધતા 10 અને 11 નંબરનું પણ સિગ્નલ આપી શકાશે. વાયુ વાવાઝોડું ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે થઈ કચ્છ બાજુ આવી રહ્યું છે. વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. વાયુ નામનું વાવાઝોડું પોરબંદરના દરિયા કાંઠે ટકરાય તેળી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે અને તમામ એજન્સીઓને સતર્ક રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. NDRFની 52 જેટલી ટીમે સંભવીત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news