ગાંધીનગર: આજે સવારે 11 વાગ્યે ગુજરાતમાં નવી બનેલી સરકારનો શપથવિધિ સમારોહ યોજાયો. મુખ્યંત્રી વિજય રૂપાણી સહિત 9 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કર્યાં. મંત્રીમંડળમાં નવ નવા ચહેરા સામેલ કરાયા છે.   ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપશાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહ્યાં. શપથગ્રહણ સમારોહ બાદ પીએમ મોદી વિશેષ અતિથિઓ સાથે મહાત્મા મંદિરમાં ભોજન પણ કરશે. સમારોહમાં સંતો અને વિભિન્ન ધર્મોના ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદી હાલ શપથગ્રહણ સમારોહ ખાતે પહોંચ્યાં ત્યારે મંચ પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. નવી સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને રાજ્યપાલ ઓ પી  કોહલી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌપ્રથમ શ્રી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ.


કેબિનેટ કક્ષાના મંત્રીઓ
નીતિન પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
આર સી ફળદુએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
ભૂપેન્દ્રસિંહ મનુભાઈ ચૂડાસમાએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.



કૌશિકભાઈ જમનાદાસ પટેલે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
સૌરભભાઈ પટેલે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
ગણપત વસાવાએ લીધા કેબિનેટ મંત્રીપદના શપથ.
જયેશ રાદડિયાએ લીધા કેબિનેટ મંત્રીપદના લીધા શપથ.
દિલિપ ઠાકોરે કેબિનેટ મંત્રીપદના લીધા શપથ.
ઈશ્વરભાઈ પરમારે લીધા કેબિનેટ મંત્રીપદના શપથ 


રાજ્યકક્ષના મંત્રીઓ


પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ.
પરબતભાઈ પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ.
પરષોત્તમ સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ.
બચુભાઈ ખાવડે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.



જયદ્રથસિંહ પરમારે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
ઈશ્નર પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
વાસણભાઈ આહિરે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
વિભાવરી દવેએ લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
રમણલાલ પાટકરે લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.
કિશોર (કુમાર) કાનાણીએ લીધા રાજ્યકક્ષાના મંત્રીપદના શપથ.



ટીમ રૂપાણીમાં ઓબીસી-પાટીદારોનો દબદબો


મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી  જ્યારે 9 કેબિનેટ અને 10 રાજ્યમંત્રીઓએ શપથ લીધા. જેમાં એક બ્રાહ્મણ, એક જૈન, એક દલિત, 3 આદિવાસી, 2 રાજપૂત, 6 ઓબીસી અને 6 પાટીદાર સમુદાયના છે.



માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા પીએમ મોદી 
પીએમ નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા માટે ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યાં છે. માતાને મળ્યા બાદ તેઓ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. 



શપથગ્રહણમાં દિગ્ગજોની હાજરી
શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય નેતાઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. એલ.કે અડવાણી, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, સરોજ પાંડે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ, જીવીએલ નરસિંહારાવ, રવિશંકર પ્રસાદ,  જે પી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રામદાસ આઠવલે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઝારખંડના સીએમ રઘુવરદાસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સામેલ છે. 



શપથગ્રહણ સમારોહમાં 150 જેટલા વિવિધ સંપ્રદાયના સાધુ સંતોની હાજરી
વિવિધ સંપ્રદાયના 150 જેટલા સાધુ સંતો પણ આ શપથગ્રહણમાં હાજરી આપી હતી. આ સાધુ સંતોએ નવા મંત્રીમંડળને આશીર્વાદ આપ્યાં.




પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા, જશે સચિવાલય
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અહીં ભાજપના દિગ્ગજ નેતાઓ તેમના સ્વાગતમાં હાજર રહ્યાં. એરપોર્ટથી તેઓ હાલ સીધા રાજભવન જવા માટે રવાના થઈ ગયા હતાં. અને હવે રાજભવન પહોંચી ગયા છે. રસ્તામાં ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. 


અંતે વિજય રૂપાણીની ટીમની થઈ જાહેરાત




વડાપ્રધાન મોદી આવવામાં હોવાથી એરપોર્ટ અને વીઆઇપી ગેટની સુરક્ષા વધારે ચુસ્ત કરી દેવાઇ છે. શપથગ્રણમાં વીવીઆઇપીનો ખડકલો થવાનો છે. ભાજપ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ આવવાના છે. જેમાં આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, ઉતરાખંડનાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત, આસામનાં મુખ્યમંત્રી સરબાનંત સોનેવાલ અમદાવાદ ખાતે આવી ચુક્યા છે. વિપક્ષના પણ તમામ ધારાસભ્યોને આમંત્રણ આપી દેવાયા છે. શપથગ્રહણમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉમટી પડે તેવી શક્યતા છે. 




વિજય રૂપાણીની ટીમની થઈ જાહેરાત


આજે રૂપાણી અને પટેલ સહિત 21 લોકો લેશે શપથ લેવાના છે. તેમની નામાવલી મુજબ છે. 


વિજયરૂપાણી મુખ્યમંત્રી અને નીતિન પટેલ ઉપ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ 
કૌશિક પટેલ, સૌરભ પટેલ, આર.સી.ફળદુ, બાબુ બોખીરીયા
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર
કુમાર કાનાણી, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર
જયદ્રથસિંહ પરમાર, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર
પરસોત્તમ સોલંકી, પરબત પટેલ, ઈશ્વર પરમાર
ઈશ્વર પટેલ, વિભાવરી દવે, બચુભાઈ ખાબડ 
વિધાનસભામાં 3 દંડક પણ રહેશે
પંકજ દેસાઈ અને ભરતસિંહ ડાભી યથાવત
આર.સી.પટેલ પણ દંડક તરીકે ચાલુ રહેશે
સ્પીકરના નામ અંગે સસ્પેન્શ યથાવત