ભરઉનાળે ગુજરાતમાં વરસાદી માહોલ :  ભાવનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો, મોડાસામાં પવનથી ખેતરમાં આગ

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. જોકે, આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. 

Updated By: Apr 14, 2021, 09:08 AM IST
ભરઉનાળે ગુજરાતમાં વરસાદી માહોલ :  ભાવનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો, મોડાસામાં પવનથી ખેતરમાં આગ

ઝી મીડિયા/બ્યૂરો :ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. જોકે, આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. 

અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. હિંડોરણા, છતડીયા સહિતના આસપાસના ગામોમા વરસાદી છાંટા પડ્યા હતા. પાટણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. કાલોલ પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના બોલુન્દ્રામાં પણ ભારે પવન છૂટ્યો હતો. તો આ સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીમાં મોડી રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદી છાંટા આવ્યા હતા. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા હતા.

રાજકોટમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી

આજે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારે જેસર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અચાનક આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોએ લોકોની સાથે ખેડૂતોનો જીવ અદ્ધર કરી દીધો છે. આજે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આકાશમાં છુટા છવાયા વાદળો ઘેરાયેલા છે. સવારથી ધીમે ધીમે ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે. જોકે, ભર ઉનાળે આવેલા વાતાવરણમાં પલટાને લઇ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

અમદાવાદમાં આજથી કોરોના ટેસ્ટની સૌથી મોટી ડ્રાઈવ, વાહનમાં બેસીને પણ ટેસ્ટ કરાવી શકશો

ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે સૂસવાટાભર્યા પવને દસ્તક આપી હતી. તો ધૂળની વંટોળ ઉઠી હતી. કમોસમી માવઠાના આગમન સમુ વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ખેતરમાં ઉભા પાકને આ કમોસમી વરસાદથી નુકસાનની ભીતી છે. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉઠતા વાતાવરણ ધૂળીયુ બની ગયું હતું. 

તો બીજી તરફ, અરવલ્લી મોડાસાના બોલુન્દ્રામાં અજીબ બનાવ બનયો હતો. ભારે પવન બાદ ખેતરમાં અચાનક આગ લાગી હતી. અનક વાતાવરણમાં પલ્ટા બાદ ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ત્યારે બોલુન્દ્રા ગામે ખેતરમાં રહેલા ઘઉં આગમાં ખાખ થયા હતા.