ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી

  ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું. 
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી

અમદાવાદ :  ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું. 

કોરોના મહામારીને લઈ ગોધરા એપીએમસી ખાતે અગ્રણી તબીબોએ ઔપચારિક પૂજા અર્ચના નો કાર્યક્રમ કર્યો હતો. જિલ્લાના બાકીના તબીબો વર્ચુઅલ પૂજનમાં જોડાયા હતા. આ પ્રસંગે તબીબોએ કોરોના મહામારી સામે અંત સુધી ઝઝૂમવાની નેમ વ્યક્ત કરી હતી. ધનતેરસના દિવસે લક્ષ્મી પુજનની સાથે સાથે સમગ્ર જનજીવનની તંદુરસ્તી અને રોગોમાંથી મુક્તિ અપાવનારા કલ્યાણકારી ધન્વંતરિદેવની પૂજા તબીબો દ્વારા કરવામાં આવતી હોય છે.

પંચમહાલ જિલ્લાના તબીબો પણ વિશિષ્ટ રીતે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને  લઈ આ વર્ષે  મર્યાદિત સંખ્યામાં તબીબો પુજા વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે અન્ય તબીબોએ પોતાના ક્લિનિક અને હોસ્પિટલમાં વર્ચ્યુઅલ પૂજન કરી પૂજા વિધીમાં જોડાયા હતા.કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને રક્ષણ મળી રહે તે માટે પ્રાર્થના કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news