એક તરફ વિદ્યાર્થીઓ પુસ્તકો માટે ટળવળે છે અને બીજી તરફ 4 ટન પુસ્તકો પસ્તીમાંથી મળતા ચકચાર

આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકો નો મસમોટો જથ્થો એક ભંગારી ના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી વેચી માર્યા હતા. જે અંગેની જાણ જાગૃત નાગરિકોને થતા આ પ્રકરણ બહાર આવ્યું છે, જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.
એક તરફ વિદ્યાર્થીઓ પુસ્તકો માટે ટળવળે છે અને બીજી તરફ 4 ટન પુસ્તકો પસ્તીમાંથી મળતા ચકચાર

નવનીત દલવાડી/ભાવનગર : આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકો નો મસમોટો જથ્થો એક ભંગારી ના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી વેચી માર્યા હતા. જે અંગેની જાણ જાગૃત નાગરિકોને થતા આ પ્રકરણ બહાર આવ્યું છે, જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

એક તરફ રાજ્ય સરકાર રાજ્યના ધો.1 થી 8 ના પ્રાથમિક શાળાના બાળકો ને મફત પાઠ્યપુસ્તકો મળે તે દિશામાં કામગીરી કરી રહી છે. રાજ્યસરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં પુસ્તકો મોકલી આપ્યા બાદ પણ શાળાના બાળકો ને પુસ્તકો ન મલ્યા ની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ તેની કોઈ યોગ્ય તપાસ ન થતા આખરે બાળકો પાઠ્યપુસ્તકો થી વંચિત રહે છે, રાજ્યસરકારના કરોડો રૂ.નું પાણી થાય છે અને કૌભાંડી શાળાના આચાર્યો આ પુસ્તકોને ભંગારમાં વેચી દઈ પોતાનું ખિસ્સું ભરે છે. 

ભાવનગર જિલ્લાના પાલીતાણા માં.,જ્યાં ગઈકાલે માનસિંહજી રોડ પર આવેલી એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બે ટ્રેકટર ભરી અને ધો.1 થી 8 ના વર્ષ 2019-20 ના પાઠ્યપુસ્તકો ને ભંગારમાં આપી દેવામાં આવ્યા હતા. આ અંગે ની જાણ પાલીતાણા ના જાગૃત નાગરિકો ને થતા તેમણે ત્યાં તપાસ કરતા આ હકીકત સામે આવી હતી. જેમાં પ્રાથમિક માહિતી મુજબ પાલીતાણા ની એક પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા વજન કર્યા વિના રવિવારે પુસ્તકો વેચી રોકડી કર્યા ની ચર્ચા એ જોર પકડ્યું હતું જેમાં બે ટ્રેકટર ભરી ઉચક રૂ. ૧૫૦૦૦/ માં સરકારી પુસ્તક નું બારોબાર વેચાણ આ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. શાળાના આચાર્ય દ્વારા શિવા નામના દે.પું ને એ બે ટ્રેકટર ભરી પુસ્તકો વેચી માર્યા હતા. જ્યારે શિવાએ કમિશન ખાઈને બીજા ભંગારી સોહિલ ભાઈને આ પાઠ્યપુસ્તકો વેચી દીધા હતા, ટ્રેકટર ખાલી કર્યા બાદ સાહિલે આ તમામ પુસ્તકો નું બિલ કે ઓથોરિટી લેટર માંગતા ભાંડો ફૂટ્યો.. હતો, સોહિલ એ ભંગાર માં પાઠ્યપુસ્તકો લાવનાર શિવાને કહ્યું લેટર લેતો આવ પછી પૈસા ચૂકવિશ. જ્યારે લાખોની કિંમત ના નવા જ પુસ્તકો પસ્તીના ભાવે ભંગારના ડેલે ઠાલવતા ભંગારીએ બિલ માંગતા તેનો પર્દાફાશ થયો છે.

કોઈ પણ પાઠ્યપુસ્તકો નો નિકાલ કરતા પૂર્વે સક્ષમ ઉચ્ચ અધિકારી ની પૂર્વ મંજૂરી લેવાની ફરજિયાત જરૂર પડે છે અને ભંગાર કે પસ્તી માં અપાયેલા તમામ પુસ્તકો આખે આખા આપી શકાતા નથી તેને અધવચ્ચે થી ફાડી ને પછી જ ભંગાર માં આપી શકાય છે, પુસ્તકો મળ્યા અંગે ની જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા શાસનાધિકારી ને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ કાર્યવાહી સુધી તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે આ પ્રકરણનું સત્ય બહાર લાવવા માં આવે, તો રાજ્યની વિવિધ શાળાઓ માં ચાલતા આવા અનેક રેકેટ નો પણ પર્દાફાશ થઈ શકે છે તેમજ તેની પાછળ રહેલા લોકો પણ ઉઘાડા પડી શકે છે જે ભારત ના ભાવિ સાથે કરી રહ્યા છે છેડછાડ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news