ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, વડોદરામાં 7માં માળેથી પટકાતા યુવકનું મોત, 100 લોકોના ગળા કપાયાં

ઉત્તરાયણનો તહેવાર આમ તો પતંગની મજા માણવાનો દિવસ છે. પરંતુ નાની નાની સાવચેતીઓ જો ન રાખવામાં આવે તો મજા માતમમાં ફેરવાતા વાર લાગતી નથી. આવું જ વડોદરામાં જોવા મળ્યું. એક યુવકનું 7માં માળેથી પટકાતા મોત નિપજ્યું છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી મળેલા આંકડા મુજબ 100થી વધુ લોકોના દોરીના કારણે ગળા કપાયા છે. 

Updated By: Jan 14, 2020, 05:13 PM IST
ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, વડોદરામાં 7માં માળેથી પટકાતા યુવકનું મોત, 100 લોકોના ગળા કપાયાં

રવિ અગ્રવાલ વડોદરા, મૌલિક ધામેચા અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર આમ તો પતંગની મજા માણવાનો દિવસ છે. પરંતુ નાની નાની સાવચેતીઓ જો ન રાખવામાં આવે તો મજા માતમમાં ફેરવાતા વાર લાગતી નથી. આવું જ વડોદરામાં જોવા મળ્યું. એક યુવકનું 7માં માળેથી પટકાતા મોત નિપજ્યું છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી મળેલા આંકડા મુજબ 100થી વધુ લોકોના દોરીના કારણે ગળા કપાયા છે. 

મળતી માહિતી મુજબ વડોદરાના સયાજીપૂરા ખાતે 7માં માળેથી પટકાતા એક યુવકનું મોત નિપજ્યું છે. કરણ રાઠોડ નામનો આ આ 16 વર્ષનો યુવક પતંગ પકડવા માટે જતો હતો અને 7મા માળેથી નીચે પટકાયો. એસએસજી હોસ્પિટલે તેને તાબડતોબ લઈ જવાયો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 

આ વીડિયો પણ જુઓ...

આ બાજુ આજે રાજ્યભરમાં ઉત્તરાયણનો તહેવાર અનેક લોકો માટે આફત સમાન બન્યો. સાંજે સાડા ચાર વાગ્યા સુધીમાં ઈમરજન્સી સર્વિસ 108ને બે હજારથી વધુ ઈમરજન્સી કોલ આવ્યાં હતાં. 100 જેટલા લોકોના દોરીથી ગળા કપાતા ઈજાગ્રસ્ત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube